વડોદરાના રતનપુર પાસે રોડ ક્રોસ કરતા યુવાનને અજાણ્યા વાહનની ટક્કરે કરુણ મોત

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
વડોદરાના રતનપુર પાસે રોડ ક્રોસ કરતા યુવાનને અજાણ્યા વાહનની ટક્કરે કરુણ મોત 1 - image


- મૃતક યુવાન એમપીનો હોવાની બીજા દિવસે ઓળખ થઈ

વડોદરા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

વડોદરાથી ડભોઇ જવાના રોડ પર રતનપુર પાસે અજાણ્યા વાહનની ટકકરે એક યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું.

આ અંગેની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં મેઘનગર તાલુકાના ગુવાલી ગામમાં રહેતો મસ્જિદ મકન માવી ઉંમર વર્ષ 38 હાલ સુરતના કામરેજ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતો હતો તારીખ 19 ની રાત્રે વડોદરા નજીક રતનપુર રોડ પર તે રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહને મજીદને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. વરણામાં પોલીસે આ અંગે મૃતકની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા ત્યારે બીજા દિવસે તેના પેન્ટના ખિસ્સામાંથી મળેલ પાકીટમાં ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે તેની ઓળખ થઈ હતી. આ બનાવ અંગે વરનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News