વડોદરા: તસ્કરોએ આર્કિટેક્ચરની ઓફિસને નિશાન બનાવી, 60 હજારની ચોરી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
વડોદરા: તસ્કરોએ આર્કિટેક્ચરની ઓફિસને નિશાન બનાવી, 60 હજારની ચોરી 1 - image


Image: Freepik

વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં વન શ્રી બિલ્ડિંગમાં આવેલી આર્કિટેકટ ની ઓફિસ ને તસ્કરોએ નિશાન બનાવી હતી. નાખું તોડી અંદર ગુસેલા તસ્કરો રોકડા 60 હજાર ની મતદાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આર્કિ ટ્રેક્ચર સીસીટીવી લગાવેલા હોય મોઢે રૂમાલ બાંધેલા ત્રણ તસ્કર કેમેરામાં કેદ થયા હતા. આર્કિટ્રેક્ચરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ખારવાવાડ પથ્થર ગેટ ની સામે ઓમ જય જગદીશ નિવાસ રામચોકમાં રહેતા રીતેષભાઈ જગદીશભાઈ ખારવાએ પોલીસ ફરીયાદ છે કે મારી મહાવીર કોલોની પ્લોટમાં વનશ્રી બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મારી આર્કિટેકની ઓફીસ આવેલી છે. ગત 29 જૂન ના રોજ સાંજના પોણા આઠેક વાગ્યે હું મારી ઓફીસ બંધ કરી લોક મારી મારા ઘરે આવ્યો હતો.બીજા દિવસે સવારના આઠેક વાગ્યે મારા ભાડુઆત પ્રિતેષભાઈ ભાલચંદ્ર પંચાલનો મારા ઉપર ફોન આવ્યો હતો તેમણે મને જણાવ્યું હતું કે સવારના પોણા છે-એક વાગ્યે મારા ઘરે કોઈકે દરવાજો ખખડાવ્યો હતો. જેથી મે લાઈટ ચાલુ કરતા ત્રણ ઇસમો ભાગી ગયા હતા. ત્યારબાદ હું મારી ઓફીસે સવા આઠેક વાગ્યે આવ્યો હતો ત્યારે  મારી ઓફીસના મુખ્ય દરવાજાનો નકુચો કોઈ ઇસમે તોડી નાખલો હતો. જેથી મે મારી ઓફીસમાં તપાસ કરતા મારી બેગ ખુલ્લી  અને સામાન વેરણ છેરણ પડેલો હતો. રૂમમા તપાસ કરતા કબાટ કબાટમાં ગ્રાહકોના રોકડા રૂ. 40 હજાર મુકેલા જણાયા ન હતા. મારી બેગમાં રૂ.13 હજાર તથા પાકિટમાં મુકેલા રૂ.7500 મળી રૂ.60 હજાર ઉપરાંત ને મતા ગાયબ હતી. જેથી તસ્કરોએ મારી ઓફિસમાં ચોરી કરી હતી. મારી ઓફીસની બહાર લગાવેલ સી.સી.ટી.વી  કેમેરો મારા મોબાઈલ ફોનમાં કનેક્ટ હોય જેમાં જોતા ત્રણ ઇસમો વહેલી સવારે વાગ્યે ચાલતા આવતા જણાય છે તેઓએ મીઢે રૂમાલ બાંધેલ હતા અને કાળા કલરના કપડા પહેરેલ હતા. આ લોકોએ ઓફીસની બહાર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરો ફેરવી નાખેલ હોય જેથી બાકીની ફુટેજ આવી નથી.


Google NewsGoogle News