આજે દુંદાળા દેવની વિદાયઃઠેરઠેર ટ્રાફિક ડાઇવર્ટ કરાશે..DJ પર લાગણી દુભાય તેવા ગીતો નહિં વાગે

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
આજે દુંદાળા દેવની વિદાયઃઠેરઠેર ટ્રાફિક ડાઇવર્ટ કરાશે..DJ  પર લાગણી દુભાય તેવા ગીતો નહિં વાગે 1 - image

વડોદરાઃ શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણી આવતીકાલે અનંત ચૌદશે વિધ્નહર્તા દેવ ભક્તો વચ્ચેથી ભાવભેર વિદાય લેનાર હોવાથી શહેરભરમાં મોડીરાત સુધી ભવ્ય શોભાયાત્રાઓ નીકળશે.

ગણેશોત્સવ દરમિયાન આવતીકાલે કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન કરવા માટે પોલીસ દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો છે.આવતીકાલે સવારથી જ શ્રીજી ની વિસર્જન યાત્રાઓનો પ્રારંભ થનાર હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ગણેશ વિસર્જન તેમજ તેની સાથે ઇદ એ મિલાદની ઉજવણી કોમી એખલાસ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ દ્વારા મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવનાર છે.તો બીજીતરફ પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આવતીકાલે પોલીસની ટીમો સીસીટીવી કેમેરા મારફતે પણ  વિસર્જન યાત્રાઓ પર નજર રાખશે.પોલીસ કમિશનર  અનુપમસિંહ ગહલૌત,જોઇન્ટ કમિશનર મનોજ નીનામા,ડીસીપી પન્ના મોમાયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ  બંદોબસ્ત પર નજર રાખી રહ્યા છે.

 વિસર્જન યાત્રામાં ઉશ્કેરણી કરતા ગીતો ન વાગે તે માટે DJ ઓપરેટર સાથે પોલીસ રહેશે

  વડોદરા,બુધવારશ્રીજી વિસર્જનયાત્રા દરમિયાન લાગણી ના દુભાય કે ઉશ્કેરાટ ના ફેલાય તે માટે ડીજે પર પોલીસનો કંટ્રોલ રહેશે. પો

લીસ કમિશનરે ડીજે ઓપરેટરો સાથે મીટિંગ કરી ઉશ્કેરાટ ફેલાય તેવા ગીતો નહિં વગાડવા તેમજ સિનિયર સિટિઝનો,દર્દીઓ અને બાળકોને ધ્યાનમાં રાખી વોલ્યુમ ઓછો રાખવા અપીલ કરી હતી.

આવતીકાલે વિસર્જન યાત્રાઓ નીકળશે ત્યારે મોટા ડીજેના ઓપરેટરો સાથે એક પોલીસને હાજર રાખવામાં આવશે.પોલીસને ગીતો પર ધ્યાન આપવા માટે કહેવાયું છે.


Google NewsGoogle News