આજે પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરીને કારણે વાહનવ્યવહાર બંધ,2 DCP,4 ACP,10 PI અને 600 જવાનો તૈનાત
વડોદરાઃ વડોદરા લોકસભાની બેઠક માટે આવતીકાલે પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરી થનાર હોવાથી કોલેજની અંદર તેમજ બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
પોલીટેકનિક કોલેજની અંદર અર્ધ લશ્કરી દળો ગોઠવવામાં આવ્યા છે.તેમની સાથે શહેર પોલીસની જુદીજુદી બ્રાન્ચની ટીમો હાજર રહેશે.જ્યારે કોલેજની બહાર ૬૦૦ થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે.
પોલીટેકનિક કોલેજની બહારના માર્ગ પર નો વાહનવ્યવહાર સવારથી બંધ કરી દેવામાં આવશે.જ્યારે,બે ડીસીપી,ચાર એસીપી,દસ પીઆઇ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્ત જાળવશે.આજે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે પણ બંદોબસ્તની ચકાસણી કરી હતી.
આ ઉપરાંત મતગણતરીના સ્થળે મેડિકલ ટીમો તેમજ ફાયર બ્રિગેડની ટીમને પણ હાજર રાખવામાં આવનાર છે.