વડોદરા નજીક હાઈવે પર ચક્કા જામની સમસ્યા વધુ ઘેરી, હવે વાઘોડિયા રોડ પર જામ

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક હાઈવે પર ચક્કા જામની સમસ્યા વધુ ઘેરી, હવે વાઘોડિયા રોડ પર જામ 1 - image

વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

 વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસવે બાદ વાઘોડિયા રોડ પર એક કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન થયા હતા.

છેલ્લા કેટલાક સમયથી સિવિલ વર્ક, નાના મોટા અકસ્માત તેમજ પોલીસના અપૂરતા સ્ટાફને કારણે વડોદરા ની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મહીસાગરના બ્રિજ પર ચાલી રહેલા કામને કારણે એક થી દોઢ કલાક સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે‌. તો બીજી તરફ દુમાડ પાસે પણ વારંવાર ટ્રાફિક જામના બનાવ બનતા હોય છે.

વડોદરા થી વાઘોડિયા ની વચ્ચે પણ આવી જ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે જેને કારણે નોકરીયાત તેમજ વિદ્યાર્થીઓને ભારે હેરાન થવું પડે છે. આજે આવી જ રીતે સવારે ટ્રાફિક જામ ની સમસ્યા થતા એક થી દોઢ કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતા.


Google NewsGoogle News