દશરથ બ્રિજ પાસે કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિક જામ

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News

દશરથ બ્રિજ પાસે કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિક જામ 1 - image

વડોદરાઃ દશરથ  બ્રિજ પાસે ગઇ મધરાતે કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતાં થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો.

મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી કન્ટેનરમાં કોયલ ભરીને નીકળેલા જયચંદ્ર યાદવે પોલીસને કહ્યું છે કે,દશરથ  બ્રિજ પાસે કન્ટેનરનો ગેસ ખલાસ થઇ જતાં ત્રીજી લેનમાં ઉભું રાખ્યું હતું.હાઇવે ઓથોરિટીના સેફ્ટીના માણસોએ કન્ટેનરની આસપાસ સેફ્ટી કરી આપી હતી.

આ વખતે રાતે એકાદ વાગે એક ટેન્કર ધડાકાભેર ભટકાતાં કન્ટેનર અને ટેન્કરને નુકસાન થયું હતું અને  બંનેના ટાયર છૂટા પડી ગયા હતા.ટેન્કરને વધુ નુકસાન થતાં તેમાં ડ્રાઇવર વસિમ એહમદ વાજીદઅલીને ઇજા થઇ હતી.છાણી પોલીસે ગુનો નોંધ્યો હતો.


Google NewsGoogle News