કેન્દ્ર સરકારની વીજળી યોજનાના પોર્ટલ પર અનેક ક્ષતિઓથી હેરાન વેપારીઓ વડોદરા જિલ્લા કલેકટરને રજૂઆત
Vadodara News : કેન્દ્ર સરકારની સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું પોર્ટલ છેલ્લા બે મહિનાથી વ્યવસ્થિત કાર્યરત નહીં હોવાના કારણે રીન્યુઅલ પાવર એસોસિએશનના એકત્ર થનારા વેપારીઓ જિલ્લા કલેકટરને આજે આવેદન સુપ્રત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નવી યોજના પ્રધાનમંત્રી સૂર્ય ગ્રહ મફત વીજળી શરૂ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ અંગે પોર્ટલમાં અનેક ક્ષતિઓ જણાવા સહિત યોગ્ય રીતે કાર્યરત નથી. આ અંગે રીન્યુઅલ પાવર એસોસિએશન દ્વારા વીજ કંપની નિગમને આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં પણ ક્ષતીઓ બાબતે આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. પરિણામે એસોસિએશનના અંદાજિત 200 જેટલા વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
પરિણામે આ તમામ ક્ષતિઓના નિરાકરણ અર્થે રીન્યુઅલ પાવર એસોસિએશનના સભ્યો દ્વારા જિલ્લા કલેકટર બિમલ શાહને આજે રજૂઆત કરવામાં આવી હતી.