પુંધરા હાઇવે ઉપર કારની ટક્કરે ટ્રેક્ટર ચાલકનું મોત
ખેડૂત રાત્રીના ખેતરેથી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે બેકાબુ કારના ચાલકે અટફેટે લીધા
માણસા તાલુકાના પુંધરા ગામે લક્ષ્મીપુરા વાસમાં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ કેશવલાલ પટેલ તેમનું ટ્રેક્ટર લઈ ખેતરમાં કામકાજ માટે ગયા હતા અને રાત્રે ૧ વાગે તેઓ પરત ટ્રેક્ટર લઈને ગામમાં આવી રહ્યા હતા અને જ્યારે તેઓ હાઇવે પર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલ એક કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી ટ્રેક્ટરને પાછળના ભાગે ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક ભરતભાઈ નીચે રોડ પર પટકાયા હતા જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી તો આ વખતે આજુબાજુમાં લોકોને ખબર પડતા તેઓએ તાત્કાલિક ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ વધુ સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો અકસ્માતની જાણ થતા મૃતકના નાના ભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અકસ્માત બાબતે માહિતી મેળવી કારચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદઆપી છે.