તહેવારોની મોસમમાં કોરોનાના કહેર વચ્ચે ધાણીખૂટ ધોધ પર પ્રવાસીઓ ઉમટી પડયા
અનેક જાહેર સ્થળો પર પ્રવાસીઓ માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરતા જોવા મળ્યા
ભરુચ, તા. 19 નવેમ્બર 2020, ગુરુવાર
તહેવારોની મોસમમાં મગ્ન થયેલા લોકો કોરોનાનો કહેર ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો નેત્રંગ તાલુકાના ધાણીખૂટ ધોધ પાસે સર્જાયા હતા.
ભરુચ જિલ્લામાં એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ લોકો પોતાની સાવચેતીનું ધ્યાન રાખ્યા વગર તહેવારોના દિવસમાં પ્રવાસન સ્થળો પર મેળાવડો જમાવતા જોવા મળ્યા હતા. ધાણીખૂટ ધોધ સહેલાણીઓ માટેનું પ્રિય સ્થળ છે. કોરોનાની મહામારી વચ્ચે પણ અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરી લોકો આરામથી નદીમાં નહાતા નજરે પડયા હતા. ઠંડીનું જોર વધતા કોરોના વધવાની ભીતિ સેવાઈ રહી છે તેમાં જો આવી રીતે લોકો નિયમોનું ભંગ કરશે તો કોરોનાનો કહેર વધવાનો જ છે.