ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું ખેડા જિલ્લાનું કુલ 77.68 ટકા પરિણામ

Updated: May 9th, 2024


Google NewsGoogle News
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું  ખેડા જિલ્લાનું કુલ 77.68 ટકા પરિણામ 1 - image


ગત વર્ષની તુલનામાં ૨૪.૦૯ ટકા પરિણામ વધ્યું

સૌથી વધુ નડિયાદ શહેરનું ૮૬.૨૯ અને સૌથી ઓછુ કપડવંજ કેન્દ્રનું ૬૮.૭૭ ટકા પરિણામ આવ્યું

નડિયાદ: ખેડા જિલ્લાનું કુલ ૭૭.૬૮ ટકા પરીણામ સાયન્સ પ્રવાહમાં નોંધાયુ છે. વિજ્ઞાાન પ્રવાહમાં એ૧ ની અંદર ૨૨ વિદ્યાર્થીઓ આવ્યા છે. કેન્દ્રવાર પરીણામમાં સૌથી વધુ નડિયાદ શહેરનું ૮૬.૨૯ અને સૌથી ઓછુ કપડવંજ કેન્દ્રનું ૬૮.૭૭ ટકા પરીણામ નોંધાયુ છે.

આ ઉપરાંત ધોરણ ૧૨ સાયન્સની અંદર ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીની ૨,૨૮૮ પૈકી ૨,૨૭૨એ આ પરીક્ષા આપી હતી. આ પ્રવાહનું આજે જાહેર થયેલું છે. કુલ પરિણામ ૭૭.૬૮ ટકા આવ્યું છે. જેમાં એ૧ની અંદર ૨૨ વિદ્યાર્થીઓ, એ-૨ મા ૧૪૨ વિદ્યાર્થીઓ, બી-૧ની અંદર ૨૮૫ વિદ્યાર્થીઓ, બી-૨મા ૩૯૫, સી-૧મા ૪૨૮, સી-૨મા ૩૯૧ અને ડી ગ્રેડની અંદર ૧૦૧ વિદ્યાર્થીઓ આવ્યા છે.

કેન્દ્ર દીઠ પરીણામ જોઈએ તો, સાયન્સ પ્રવાહના કુલ ૬ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી. જેમાં ડાકોર કેન્દ્રનું ૮૧.૦૧ ટકા, થર્મલ પાવર સ્ટેશનનુ ૭૮.૮૧ ટકા, કપડવંજ કેન્દ્રનું ૬૮.૭૭ ટકા, ખેડા કેન્દ્રનું ૭૧.૩૧ ટકા, નડિયાદ શહેર ૮૬.૨૯ ટકા, નડિયાદ સ્ટેશન કેન્દ્રનું ૭૪.૦૩ ટકા પરીણામ આવ્યું છે.

 જેમાં સૌથી વધુ નડિયાદ શહેર કેન્દ્રનું પરીણામ જ્યારે કપડવંજ કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું છે. ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહની ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો, ગયા વર્ષે આ બોર્ડની પરીક્ષાનું જિલ્લાનું ઓલ ઓવર પરિણામ ૫૩.૫૯ ટકા આવ્યું હતું. જેમાં માત્ર ૧ જ વિદ્યાર્થી એ -૧ ગ્રેડમાં આવ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે ૭૭.૬૮ ટકા પરીણામ આવ્યું છે. આમ ૨૪.૦૯ ટકાનો વધારો થયો છે. તો ચાલુ વર્ષે આ પ્રવાહમાં એ -૧ ગ્રેડમા પણ ૨૨ વિદ્યાર્થીઓ આવ્યા છે.


Google NewsGoogle News