૫૦ લાખ લઇ આવવા માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા
પ્રેમ લગ્ન કરનાર યુવતીને પતિ અને સાસુનો ત્રાસ
વડોદરાપુત્રીનો જન્મ થયા પછી પિયરમાંથી ૫૦ લાખ લઇ આવવા માટે ત્રાસ ગુજારતા પતિ અને સાસુ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કારેલીબાગ વિસ્તારમાં રહેતી ધુ્રવી નામની યુવતીનું ફ્રેન્ડ સર્કલ અમિત નગર પાસે બેસતું હતું. તેમના ગૃપમાં ધુ્રવલ મિસ્ત્રી ( રહે. પુષ્પક સિટિ ટેનામેન્ટ, હાથીજણ સર્કલ, મહેમદાબાદ રોડ, અમદાવાદ) પણ સામેલ હતો. ધ્રુવલને અગાઉ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ અમારા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ લગ્ન કરીને હું ધુ્રવલ સાથે અમદાવાદ તેના ઘરે રહેવા ગઇ હતી. લગ્નના ત્રણ મહિના પછી મારા પતિ અને સાસુએ ત્રાસ આપવાનું શરૃ કર્યુ હતું કે, તું પટેલ પરિવારની છે. તારા પિતા પાસેથી ૨૫ લાખ લઇ આવ. મારા પતિ અમદાવાદથી અમિત નગર સુધી કાર ચલાવવાનો ધંધો કરે છે. તેઓ કહેતા હતા કે, મારે મોટા પાયે ધંધો કરવો છે. તું પિયરમાંથી રૃપિયા લઇ આવ. મારા પતિ મને મારઝૂડ કરતા હતા. દીકરીનો જન્મ થયા પછી તેઓએ પિયરમાંથી ૫૦ લાખ લઇ આવવા માટે ત્રાસ ગુજારવાનું શરૃ કર્યુ હતું. તેઓ કહેતા હતા કે, અમારે તો સંતાનમાં દીકરો જોઇતો હતો. તેઓના ત્રાસથી કંટાળીનં હું ભાડાની ગાડી કરી પિયર આવતી રહી હતી.