પિયરમાંથી ૧૦ લાખ લઇ આવવાનું કહી પરિણીતાને ત્રાસ
સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ હાથની નસ કાપવાનો પ્રયાસ
વડોદરા,પ્લાસ્ટિકની ફેક્ટરી માટે પિયરમાંથી ૧૦ લાખ લઇ આવવા માટે પત્ની પર દબાણ કરતા સાસરિયાઓ સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીપુરા સૂર્યકિરણ ફ્લેટમાં રહેતા જયમાલાબેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન તા. ૧૪ - ૦૨ - ૨૦૨૪ ના રોજ ધુ્રવ પંકજભાઇ અગ્રવાલ સાથે થયા હતા. લગ્નના પહેલા દિવસથી જ સાસરિયાઓ મને કહેતા હતા કે, આજુબાજુ રહેતા કોઇની સાથે વાતચીત નહી ંકરવાની. ઘરની બહાર બેસવા જવાનું નહીં, પૂછ્યા સિવાય કોઇની સાથે વાત નહીં કરવાની. તેઓ મને સ્ટોર રૃમમાં ઊંઘવાની ફરજ પાડતા હતા. હું એલ.આઇ.સી.માં નોકરી કરતી હતી. તેઓના ત્રાસથી મેં નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું. મારા પતિની પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી સારી ચાલતી નહીં હોવાથી મારા પિતા પાસેથી ૧૦ લાખ લઇ આવવા દબાણ કરતા હતા. સાસરિયાઓના ત્રાસથી મેં હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ અંગે પતિ, સાસુ, સસરા સહિત ચાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.