પતિ અમેરિકા જતા રહ્યા પછી સાસુ,સસરાનો ત્રાસ

બે વર્ષથી પતિ અમેરિકાથી પરત આવ્યો નથી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
પતિ અમેરિકા જતા રહ્યા પછી સાસુ,સસરાનો ત્રાસ 1 - image

 વડોદરા, લગ્ન કર્યા પછી પતિ અમેરિકા જતો રહેતા સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ આપી છે. 

તરસાલી વિસ્તારમાં રહેતી  પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હુ ંજેતલપુર રોડ પર આવેલી હોસ્પિટલમાં નોકરી કરૃં છું. મારી સાથે સ્કૂલમાં ભણતા અમરનાથ ભરતકુમાર ચૌથાની ( રહે. વૃંદાવન ટાઉનશિપ,ગોત્રી, હાલ રહે. અમેરિકા) સાથે ગત તા. ૧૧ - ૦૭ - ૨૦૨૨૧ ના રોજ થયા હતા. ત્યારબાદ હું સાસરીમાં રહેવા માટે ગઇ હતી. મારા પતિના અગાઉ લગ્ન થયા  બાદ છૂટાછેડા થઇ ગયા હતા. તેમના દીકરાનું પણ  હું ધ્યાન રાખતી હતી. લગ્નના ૧૦ દિવસ પછી મારા પતિ તેમના પુત્રને લઇને અમેરિકા જતા રહ્યા હતા. ત્યારબાદ મારા સાસુ અને સસરા પણ અમેરિકા જતા  રહ્યા હતા. મારા પતિ મને કહેતા હતા કે, તું ઇન્ડિયામાં છે. ત્યાં સુધી મારી કોઇ જવાબદારી નથી. અમેરિકા આવે પછી મારી જવાબદારી બને છે. મારા જેઠ, જેઠાણીએ ઝઘડો કરી મને ઘરમાંથી કાઢી મૂકતા હું પિયરમાં રહું છું. પોલીસે સસરા ભરતકુમાર, સાસુ  રિનાબેન, જેઠ અમિતરાય અને જેઠાણી રૃપાબેન સામે  ગુનો દાખલ કર્યો છે.


Google NewsGoogle News