પતિને ધંધો શરૃ કરવા ૫૬.૭૦ લાખ આપવા છતાંય ત્રાસ

સસરા ભુવાનું કામ કરતા હોઇ ડરાવીને સોનાના દાગીના પડાવી લીધા

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
પતિને ધંધો શરૃ કરવા ૫૬.૭૦ લાખ આપવા છતાંય ત્રાસ 1 - image

 વડોદરા,પતિને ધંધો શરૃ કરવા માટે ૫૬.૭૦ લાખ આપવા છતાંય પત્નીને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

 ડભોઇ રોડ કેલનપુર ગામ પાસે પાર્ક શિરે  સોસાયટીમાં રહેતા નેતલબેન પ્રવિણભાઇ નાકરાણીએ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  હું એલેમ્બિક બિઝનેસ પાર્કમાં ટેક્સ મેનેજર તરીકે નોકરી કરૃં છું. મારા  લગ્ન જયરાજ દાદુભાઇ ગઢવી (રહે. ગઢવી ફળિયું, ગામ કસબરા, તા.તારાપુર, જિ.આણંદ)  સાથે થયા હતા.લગ્નના ત્રણ મહિના સુધી મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૃ થયું હતું. મારા પતિએ ધંધો શરૃ કરવા માટે રૃપિયાની માંગણી કરતા ૫૬.૭૦ લાખ આપ્યા હતા. તે ઉપરાંત મારા પિયરમાંથી  પાંચ લાખ લઇને આપ્યા હતા. મારા સસરા દાદુભાઇ ગઢવી ભુવાનું કામ કરતાહોય મને ડરાવીને મારા પાંચથી સાત લાખના દાગીના લઇ લીધા હતા. તેમછતાંય મારા  પતિએ મને માર મારી ઘરમાંથી કાઢી  મૂકી હતી.


Google NewsGoogle News