ગૃહિણીઓ માટે બેડ પર ચાદર પાથરવાનું કામ આસાન બનશે

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
ગૃહિણીઓ માટે બેડ પર ચાદર પાથરવાનું કામ આસાન બનશે 1 - image

વડોદરાઃ રોજ બેડ પર ચાદર પાથરવી કે સોફાના કવર બદલવાનુ કામ ગૃહિણીઓ માટે કડાકૂટ ભયુંર્ હોય છે.કારણકે તેમાં સમય પણ લાગે છે અને કમર, હાથ અને આંગળીઓ  પણ દુખવા માંડે છે.આ જ સ્થિતિ હોટલોમાં હાઉસ કિપિંગનુ કામ કરતા કર્મચારીઓની પણ હોય છે.

હવે આ કામને આસાન કરવાનો પ્રયત્ન હોમસાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિકેશન મેનેજમેન્ટ વિભાગના અધ્યાપકોએ કર્યો છે.આ વિભાગ દ્વારા હોસ્પિટાલિટી મેનેજમેન્ટના કોર્સનુ સંચાલન થાય છે.જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોર્સના ભાગરુપે હોટલના રુમમાં બેડ પર ચાદર કેવી રીતે પાથરવી તેની પણ તાલીમ અપાય છે.

વિભાગના અધ્યાપકો ડો.સરજૂ પટેલ તેમજ ડો.સ્મિતા, ડો.વાશિમા વીર કુમાર અને ડો.ખ્યાતિ ત્રિવેદીને વિદ્યાર્થીઓ સરળતાથી અને ઓછા સમયમાં બેડ પર ચાદર કેવી રીતે પાથરી શકે તેવો વિચાર આવ્યો હતો.એ પછી તેમણે એવા ટૂલ્સ બનાવ્યા છે જેણે આ કામગીરીને સરળ કરી નાંખી છે.વિભાગના ઈન્ચાર્જ હેડ ડો.સરજૂ પટેલ કહે છે કે, અમે ચાર પ્રકારના ટૂલ દેવદારના લાકડામાંથી બનાવ્યા છે.જે વજનમાં સાવ હળવા પણ છે.આ ટૂલનો ઉપયોગ કરીને બેડના મેટ્રેસ અને ગાદલાને આસાનીથી ઉઠાવીને તેમાં ચાદરના ખૂણાને વાળીને નાંખી શકાય છે.માથુ રાખવા તરફની જગ્યાએ ચાદરને અંદર સુધી નાંખવા માટે આંગળીઓનો ઉપયોગ કરવો પડે છે.ચાર પૈકીનુ એક ટૂલ તેને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયું છે.જેનાથી આંગળીઓને રાહત મળશે.આ ટૂલ બેડની સાથે સાથે સોફાના અને કાઉચના કવરો બદલવા માટે પણ ઉપયોગી છે.

અધ્યાપકોના આ ટૂલ્સને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પેટન્ટ પણ આપવામાં આવી છે.



Google NewsGoogle News