Get The App

મહોરમ પર્વ નિમિત્તે આજે કતલની રાતે , વિવિધ વિસ્તારમાંથી તાજીયા જુલુસ શાનથી નીકળશે : કાલે ઠંડા કરાશે

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
મહોરમ પર્વ નિમિત્તે આજે કતલની રાતે , વિવિધ વિસ્તારમાંથી તાજીયા જુલુસ શાનથી નીકળશે : કાલે ઠંડા કરાશે 1 - image

image : Social media

Muharram Festival : વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરોના ધાર્મિક પર્વ મોહરમ નિમિત્તે છેલ્લા નવ દિવસથી શહેરમાં ઠેર ઠેર રંગબેરંગી તાજીયાનું સ્થાપન કરાયું છે. આજે રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં શહેરીજનોના દર્શનાર્થે તાજીયા જુલુસ નીકળશે. આજની રાતને કતલની રાત પણ મુસ્લિમ બિરાદરોમાં કહેવામાં આવે છે. આવતીકાલે 10માં ચાંદ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપન કરાયેલા તાજીયાને વારસિયા વિસ્તારના સરસીયા તળાવમાં ઠંડા કરવામાં આવશે. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો પોતાના વિવિધ કરતબો પણ બતાવશે. સરસિયા તળાવ તરફ જવાના માર્ગે તાજિયાના દર્શન કરી ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાશે.

આ પ્રસંગે સીટી પોલીસ અને શહેર પોલીસનો કડક ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેનું રીયલ સર પણ આજે યોજાશે. સરસિયા તળાવમાં તાજીયા ઠંડા કરવાના હોવાથી તળાવના ઓવારાનું રીપેરીંગ અને મેન્ટેનન્સ કામ પાલિકા દ્વારા પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત પાલિકા દ્વારા તળાવની સાફ-સફાઈ સહિત તળાવ ખાતે કોઈ અઘટીત ઘટના ન બને એની કાળજી લેવા માટે તરવૈયાઓની ટીમ અને તરાપા તથા ફ્લડ લાઈટની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.



Google NewsGoogle News