આજે સાંજે છ વાગ્યાથી લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ જશે
વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ પ્રચાર બંધ થશે ઃ ડોર ટુ ડોર પ્રચાર માટે વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઇ શકે
વડોદરા, તા.4 વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું તા.૭મીએ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખી આવતીકાલે સાંજે વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઇ જશે.
ચૂંટણી પ્રચાર માટે જે-તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરી, પ્રચાર ફંકશનરીઓ વગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે તા.૫ મેના સાંજે છ વાગ્યાથી તે મતવિસ્તારમાં હાજર રહી શકશે નહીં. વડોદરા શહેર-જિલ્લા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી મતદાન પુરુ થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયમાં ચૂંટણી સંબંધિત કોઈપણ જાહેરસભા કે સરઘસમાં એકત્રિત કરવા આયોજન કરવા કે સંબોધન કરી શકાશે નહીં.
સિનેમેટોગ્રાફી (ચલચિત્રો) ટેલિવિઝન કે અન્ય માધ્યમ વડે ચૂંટણી સંબંધિત કોઈપણ બાબત પ્રદશત કરવા પર પ્રતિબંધ રહેશે. મતદારોને આકર્ષવાના ઉદ્દેશ્યથી કોઈપણ સંગીત સમારોહો કે કોઈપણ નાટકીય રજૂઆત કે અન્ય મંનોરંજન કે આનંદપ્રમોદનું આયોજન કરીને અથવા આયોજન કરવાની વ્યવસ્થા કરીને જાહેરમાં કોઈપણ ચૂંટણી બાબતનો પ્રચાર નહી કરી શકાય.
ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૃ થયા બાદ સાંજે ૬ વાગ્યા બાદથી ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે. પક્ષના કાર્યકરો / નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલ૨ ૫હેરી શકશે પરંતુ બેનર પ્રદશત કરી શકશે નહી. આ હુકમના ઉલ્લંઘન બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.