આજે ૫૫૨માંથી ૨૭ ઉમેદવારને ઓરિએન્ટેશનમાં બોલાવ્યા નથી
એક દિવ્યાંગ ઉમેદવારે આયોગમાં પીટિશન કરતાં હજી તેનો ચુકાદો આવવાનો બાકી છે
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૫૫૨ જૂનિયર કલાર્કની ભરતી કરવામાં નવનાર છે. આ ૫૫૨ ઉમેદવારોની મેરિટસના આધારે પસંદગી કરાઇ છે, જેમાંથી ૫૨૫ ને તા.૨ના રોજ ઓરિએન્ટેશન માટે બોલાવ્યા છે, જયારે બાકીના ૨૭ને નહીં બોલાવતા આ ૨૭ ઉમેદવારોએ આજે કોર્પોરેશન ખાતે ઓરિએન્ટેશનમાં કેમ બાકાત રખાયા છે, શા માટે બોલાવ્યા નથી તે મુદ્દે રજુઆત કરી હતી.
આ ૨૭ ઉમેદવારો બહારગામના છે અને માત્ર તેઓને જ નહીં બોલાવતા નારાજગી જોવા મળી હતી. તેઓનું કહેવું છે કે આ મુદ્દે કોર્પો. દ્વારા યોગ્ય જવાબ અપાતો નથી, ૨૫૨નું લિસ્ટ માગીએ તો આપતા નથી અને કોર્પો.ની સાઇટ પર આ અંગેની કોઇ જાણકારી મુકી નથી. ઉમેદવારોએ કોર્ટમાં જવા ચીમકી ઉચ્ચારી હતી. આ મુદ્દે કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું કે આઠ દિવ્યાંગ ઉમેદવારોના મુદ્દે આ ૨૭ ઉમેદવારોને બાકાત રાખવામાં આવ્યા છે. કોઇ દિવ્યાંગ ઉમેદવારે આયોગમાં દિવ્યાંગતા મુદ્દે પીટિશન કરી છે અને તેનો હજી ચુકાદો આવ્યો નથી. જે થોડા દિવસમાં આવી જશે. દિવ્યાંગ ઉમેદવારો અંગે જે કાંઇ ચુકાદો આવે તેના આધરે તેઓને સમાવવાના થશે, પરિણામે ઉમેદવારોની કેટેગરી મુજબ પસંદગીમાં ફેરફાર થઇ શકે તેવી શકયતા છે.કોર્પોરેશન ખાતે આ ૨૭ ઉમેદવારોએ સામાન્ય વહીવટી વિભાગના અધિકારી તરૃણ શાહ બેઠક કરી હતી અને સમગ્ર મામલે સમજ આપી હતી.