Get The App

આજે સુરત - કોસંબા સ્ટેશ વચ્ચે બ્લોકના કારણે 11 ટ્રેનોને અસર થશે

રેલવે ક્રોસિંગ ઓવર બ્રિજની કામગીરીના કારણે બ્લોક લેવામાં આવશે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
આજે સુરત - કોસંબા સ્ટેશ વચ્ચે બ્લોકના કારણે 11 ટ્રેનોને અસર થશે 1 - image


વડોદરા : પશ્ચિમ રેલ્વેના સુરત-વડોદરા રેલ વિભાગના હથુરન-કોસંબા સ્ટેશ વચ્ચે રેલવે ક્રોસિંગ પર રોડ ઓવર બ્રિજની કામગીરી માટે તા.૨૭ ડિસેમ્બર બુધવારના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેકનોને અસર થશે.

તા.૨૭ ડિસેમ્બર મંગળવારે ટ્રેન નં. ૦૯૦૮૨ ભરૃચ - સુરત  મેમૂ રદ્ રહેશે. ટ્રેન ૧૯૨૦૨ પોરબંદર - સંતરાગાછી રીશેડયુલ કરવામાં આવશે અને પોરબંદરથી ૦૨.૧૫ કલાક મોડી ઉપડશે. ટ્રેન ૧૨૬૫૬ એમજીઆર ચેન્નાઈ-અમદાવાદ સુરત અને કીમ સ્ટેશ વચ્ચે ૧.૧૫ કલાક મોડી પડશે. ટ્રેન ૨૨૯૩૮ રીવા - રાજકોટ, સુરત અને કીમ સ્ટેશ વચ્ચે ૫૫ મિનિટ મોડી પડશે. ટ્રેન ૧૯૦૭૫ દાદર - પોરબંદર ૧૫ મિનિટ મોડી પડશે. ટ્રેન ૨૨૭૧૭ રાજકોટ-રીવા રાજકોટથી ૨.૨૫ મિનિટ મોડી ઉપડશે.  ટ્રેન ૧૯૫૬૭ તિરુનેલવેલી - ઓખા, વલસાડ અને સુરત વચ્ચે ૪૦ મિનિટ મોડી પડશે.  ટ્રેન ૦૪૧૨૬ બાંદ્રા - સુબેદારગંજ, વલસાડ અને સુરત વચ્ચે ૩૦ મિનિટ મોડી પડશે.  ટ્રેન ૧૪૮૦૫ યશવંતપુર - બાડમેર એક્સપ્રેસ, વલસાડ અને સુરત વચ્ચે ૧૦ મિનિટ મોડી પડશે. ટ્રેન ૦૯૦૭૫ મુંબઈ - કાઠગોદામ, સુરત અને કીમ સ્ટેશનો વચ્ચે ૧૦ મિનિટ મોડી પડશે. તા.૨૮મી ડિસેમ્બરના રોજ, ટ્રેન ૧૨૬૫૫ એમજીઆર ચેન્નાઈ - અમદાવાદ એક્સપ્રેસ સુરત અને કીમ સ્ટેશનો વચ્ચે ૫૫ મિનિટ મોડી પડશે.


Google NewsGoogle News