વડાપ્રધાનની મુલાકાત દરમિયાન વિરોધ પ્રદર્શિત ન થાય તે માટે કરણી સેનાના પ્રવક્તાને રવિવારે બપોરથી જ પોલીસ પહેરા હેઠળ રખાયા
વડોદરામાં વડાપ્રધાન ની મુલાકાત ટાણે કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે કરણી સેનાના પ્રવક્તા ને ગઈકાલે બપોરથી જ પોલીસ પ્રોકોટેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ કોઈ પ્રોગ્રામમાં જઈ ના શકે.
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક નેતાગીરીના સામે લોકોમાં ભારે રોષ છે ત્રણ ત્રણ વખત પૂર આવ્યા પછી લોકો તંત્રની નિષ્ફળતાથી તોબા પોકારી ગયા છે. કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સ્થાનિક તંત્રની નિષ્ફળતા અંગે જાહેરમાં ચાબખા મારવામાં આવ્યા હતા. વડાપ્રધાન ની મુલાકાત ટાણે તેઓ કોઈ વિરોધ પ્રદર્શિત ન કરે તે માટે ગઈકાલે બપોરથી જ મહેન્દ્રસિંહ રાઠોડની સાથે બે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આખી રાત અને હાલમાં પણ તેઓ પોલીસ જવાનોના પહેરા હેઠળ જ છે. ફેક્ટરીમાં કર્મચારીઓને પગાર કરવાનો હોવાથી તેમણે ગોરવા જવાનું હતું બે પોલીસ જવાનો પણ તેમની સાથે ગોરવા ગયા હતા. જ્યાં સુધી વડાપ્રધાન વડોદરા નહીં છોડે ત્યાં સુધી કરણી સેનાના પ્રવક્તા ને પણ એકલા મૂકવામાં નહીં આવે