બીમારીથી કંટાળીને યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત
પત્નીએ બહાર ગામથી પરત આવીને તાળું ખોલ્યું તો પતિ લટકતા હતા
વડોદરા,સમા સાવલી રોડ ઓર્ચિડ હારમોનીમાં રહેતા ૪૧ વર્ષના યુવાને બીમારીથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે મંજુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સમા - સાવલી રોડ ઓર્ચિડ હારમોની સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષનો ધવલ હરનિશભાઇ પંડયા ખાનગી બેન્કમાં ઇન્સ્યોરન્સનું કામ કરતો હતો. તેની પત્ની ગઇકાલે ગાંધીનગરમાં રહેતી બહેનના ઘરે ગઇ હતી. આજે સવારે તે ઘરે પરત આવી ત્યારે જોયું તો પતિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેથી, મંજુસર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને અંતિમ ચિઠ્ઠી મળી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, બીમારીથી કંટાળીને આપઘાત કરૃં છું. બીજા કોઇ જવાબદાર નથી. પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.