Get The App

પતિના શંકાશીલ સ્વભાવને કારણે ઘરમાં પૂરાઇ રહેતી મહિલાએ આખરે પોલીસની મદદ લીધી

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
પતિના શંકાશીલ સ્વભાવને કારણે ઘરમાં પૂરાઇ રહેતી મહિલાએ આખરે પોલીસની મદદ લીધી 1 - image

વડોદરાઃ પ્રતાપનગર વિસ્તારમાં રહેતી મહિલાએ પતિના શંકાશીલ સ્વભાવને કારણે કંટાળીને અભયમની મદદ લીધી હતી.

મહિલાના લગ્ન ૧૩ વર્ષ પહેલાં થયા હતા અને પતિ રેલવેમાં નોકરી કરે છે.તંમને સંતાન પણ છે.પરંતુ પતિનો શંકાશીલ સ્વભાવ સુધરતો નથી.જેને કારણે મહિલા પર વારંવાર માર મારી હેરાન કરવામાં આવે છે.

મહિલા ઘરમાંથી નીકળતી નથી અને કોઇની સાથે વાતચીત પણ કરતી નથી.આમ છતાં પતિ દ્વારા તેને હેરાન કરવામાં આવતી હોવાથી આખરે મહિલાએ અભયમની મદદ માંગી હતી.પોલીસની સાથે પહોંચેલી ટીમે મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરતાં તેણે લેખિતમાં માફી માંગી હતી.


Google NewsGoogle News