વડોદરામાં મિત્રના નામે મેસેજ કરી ઠગે વૃદ્ધ પાસેથી રૂા.1.20 લાખ પડાવી લીધા
image : Freepik
વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરાના જેતલપુર રોડ પર રહેતા વૃદ્ધના મોબાઇલ નંબર ભેજાબાજે તેના મિત્રના નામથી મેસેજ કરી મારી બહેને હોસ્પિટલમાં એડમિટ છે મારે રૂપિયા જરૂર છે તેમ કહી 1.20 લાખ ઓનલાઇન મારફતે પડાવી લીધા હતા. દરમિયાન વૃધ્ધે તેના મિત્રને ફોન કરતા પોતાના સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડતા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના અલકાપુરી જેતલપુર રોડ પર સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા અશોક ભગવાન મકવાણા નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈ 11 નવેમ્બરના રોજ મારા મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. તેમા મારા મિત્ર સી.વી.રામાક્રિષ્નાનો ફોટો મને મેસેજમાં મોકલ્યો હતો. જેથી મને લાગ્યું હતું કે મીત્ર સી.વી.રામાક્રિષ્નાનો મોબાઈલ નંબર છે અને ત્યારબાદ મે તેની સાથે સામાન્ય વાત કરી હતી. જેમાં તેણે મને જણાવ્યું હતું કે તે હાલ દુબઈ ખાતે છે અને તે આવતીકાલે ભારતમાં આવવાનો છે. અને તેની કઝીન સીસ્ટર હોસ્પીટલમાં એડેમીટ છે અને તેની સારવાર માટે રૂપિયાની જરૂરીયાત છે. તેમ કહી મારી પાસે રૂ.40 હજારની મદદ માંગી હતી અને ઓનલાઇન પે કરવા કહ્યું હતુ. જેથી મેં તેના ઉપર ભરોસો આવી ગયો હતો. તેના દ્વારા અપાયેલા મોબાઇલ પરથી ઓનલાઇન 1.20 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. ફરી રૂપિયાની માગણી કરતા મેને ફ્રોડ હોવાની શંકા જતા મે મારી પાસે રહેલ ડાયરીમાં લખેલા સી.વી.રામાક્રિષ્નાને ફોન કરી પુછ્યું હતુ કે તમે ગઈ કાલે દુબઈ ખાતે હતા? ત્યારે તેઓએ ના પાડતા મને ખબર પડેલ કે મારી સાથે રૂ.1.20 લાખની છેતરપિંડી થઇ હોવાનુ માલૂમ પડતા સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.