મેરે પાસ બહુત બડી સિદ્ધિ હૈ...બાવાની વેશભૂષામાં ઠગે બિલ્ડરના દાગીના અને રોકડા પડાવ્યા, ઠગ પોલીસના સંકજામાં
Vadoadra Fraud Case : વડોદરાના દિવાળીપુરા રોડ શ્યામલ હાર્મનીમાં રહેતા કૃપલ દેસાઈ જાંબુવા સુંદરપુરા ખાતે સુંદરવન ડુપ્લેક્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ચોથી તારીખે હું મારી મારા ભાઈ પાર્થિવ તથા શિવમ મુનશીની સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર જતા હતા. ત્યારે બપોરે દોઢ વાગે જ્યુપીટર ચાર રસ્તા થી સુશેન તરફ જતા રોડ પર એક અજાણ્યો વ્યક્તિ બાવાની વેશભૂષા ધારણ કરી ઉભો હતો. તેણે શરીર પર રાખ લગાડેલી અને કમરથી નીચેના ભાગે કોફી જેવા કલરના ટપકાવાળો કપડું પહેર્યું હતું.
હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય તે પુણ્યનું કામ કરે તે આશયથી મેં તેમની પાસે જઈ મારી કાર ઉભી રાખી હતી અને પર્સમાંથી 200 રૂપિયા કાઢી બાવાને આપ્યા હતા. તેણે મને કહ્યું કે મેરે પાસ બહુત બડી સિદ્ધિ હે બચ્ચા. જીતના જ્યાદા દાન કરેગા ઉતના જ્યાદા તેરા ફાયદા હોગા ઓર જીતના મુજે દાન દેગા ઉસસે દસ ગુના જ્યાદા તુજે મિલેગા તેમ કહી અમને ત્રણેયને વિશ્વાસમાં લઈને અમારા માથા પર હાથ ફેરવી અમારી પાસેથી અલગ-અલગ રીતે માગણી કરી રોકડા 1535, મોબાઈલ ફોન તથા શિવમ મુનશીએ પહેરેલી ત્રણ ચાંદીની વિટીઓ મળી કુલ 23,535 ની માતા લઈને તે બાવો જતો રહ્યો હતો. પોલીસે ઠગ ગોવિંદનાથ સવજીનાથ નવનાથ રહેવાસી અટલાદરા મૂળ રહેવાસી કઠલાલને ઝડપી પાડી તમામ મુદ્દા માલ કબજે કર્યો હતો.