mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડોદરા રેલવેમાં નોકરી અપાવવાની કહીને બે યુવકો પાસેથી ઠગે 4.71 લાખ પડાવ્યાં

Updated: Jun 27th, 2024

વડોદરા રેલવેમાં નોકરી અપાવવાની કહીને બે યુવકો પાસેથી ઠગે 4.71 લાખ પડાવ્યાં 1 - image


Vadodara Fraud Case : વડોદરાના અટલાદરા ગામમાં રહેતા યુવક તથા તેના મામાની દીકરીને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને રોકડ રકમ અને એપલ 6 મોબાઇલ, બાઇક સહિતની વિવિધ વસ્તુ લેવડાવી 4.71 લાખ પડાવી લીધા હતા. પરંતુ વારંવાર કહેવા છતાં કોઇ રેલવેમાં નોકરી નહી અપાવી છેતરપિંડી આચરી હતી. જેથી યુવકે ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

વડોદરા શહેરના અટલાદરા ગામમાં રહતા નરેન્દ્ર ધનશ્યામભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું ખોડલ સાઉન્ડ નામનુ ડી.જે વગાડવાનો વ્યવસાય કરી મારું ગુજરાન ચલાવું છું. અગાઉ હું પાદરા ખાતે ડી.જે વગાડવા ગયો હતો ત્યાં મારો સંપર્ક નંબર મોબાશીર શેખ (રહે.પત્રકાર ચોકડી જે.પી પોલીસ સ્ટેશન પાસે તાંદલજા) થયો હતો. દરમિયાન શખ્સ મારા ઘરે આવી મને જણાવ્યું હતું કે હુ રેલ્વેમાં અલગ-અલગ ટેન્ડરનું કામ કરું છુ. રેલવેમાં પ્રસંગોપાત ડી.જે વગાડવાનું થતું હોય છે અને રેલવેના કર્મમારી નિવૃત થાય ત્યારે ડી.જેની જરૂર પડે છે. તમારે કામ કરવા માટે એક ટેન્ડર ભરવું પડશે પાંચ વર્ષ કોન્ટ્રાક મળશે તેમજ રેલવેમાં નોકરી પણ અપાવુ છું. તમારે નોકરીની જરૂર હોય તો મને કેહેજો. ત્યારબાદ મોબાશીર શેખ મને ફોન કરી વડોદરા રેલવેના પ્લેટ ફોર્મ નં.1 ઉપર બોલાવી મારી પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ અને ફોટા પણ માંગ્યા હતા જે મેં આપી દીધા હતા. ત્યારબાદ ફોન કરી તમારી પ્રોસેસ પુર્ણ થઈ ગઇ છે અને તમારે રૂપિયા 11 હજાર ઓનલાઈન કરવા પડશે. જેથી મે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બીજા દિવસે તારુ ટેન્ડર ભરાઈ ગયું છે અને રેલવેમાં બે છોકરાને નોકરીમાં લેવાના છે. તેમ કહી મારી તથા મારા મામાના દીકરી વિશાલને રેલવેમાં નોકરી અપાવવાનું કહીને બંને પાસેથી રોકડા રૂપિયા તથા વિવિધ મોબાઇલ તથા બાઇક સહિતના વસ્તુ લેવડાવીને 4.71 લાખ પડાવી લીધા હતા. પરંતુ રેલવેમાં કોઇ નોકરી નહી અપાવીને અમારી સાથે છેતરપિંડી કરી છે. જેથી યુવકની ફરિયાદના આધારે અટલાદરા પોલીસે ઠગ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarat