વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં રહેતા સિનિયર સિટઝનના ખાતામાંથી બારોબાર 20 હજાર ઉપડી ગયાં

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં રહેતા સિનિયર સિટઝનના ખાતામાંથી બારોબાર 20 હજાર ઉપડી ગયાં 1 - image

વડોદરા,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર

વડોદરાના આજવા રોડ પર દુધેશ્વર બસ સ્ટેન્ડ પાસેની એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયેલા આધેડનું નાણા ઉપાડવા મદદ કરવાના બહાને એક શખ્સે એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ તેમના એટીએમ વડે અલગ અલગ એટીએમમા્થી રૂા.20 હજાર ઉપાડી લીધા હતા. તેમના મોબાઇલ પર રૂપિયા કપાયાનો મેસેજ આવતા પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા હોવાની જાણ થઇ હતી. જેથી આધેડે રૂપિયા ઉપાડી લેનાર શખ્સ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. 

શહેરના પાણીગેટ બાવચાવાડ સ્લમક્વાટર્સમાં રહેતા ગીરધારીભ ફકીરા કહારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 24 નવેમ્બરના રોજ સવારે  હુ આજવા રોડ દુધેશ્વર બસ સ્ટેન્ડની પાછળ બેંક ઓફ બરોડાના ATM મશીન ખાતે  ATM કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે ગયો હતો. પરંતુ મને ATM કાર્ડ વાપરતા આવડતુ ન હોય જેથી મારા પાછળ ઉભેલા બે અજાણ્યા શખ્સો પૈકી એકને મે જણાવ્યું કે, મને ATM કાર્ડ ઉપયોગ કરતા ફાવતુ નથી ATM કાર્ડ વડે મને રૂા.10 હજાર ઉપાડવા છે મને મદદ કરો તેમ જણાવી મે મારૂ ATM કાર્ડ તેને આપ્યું હતુ. ત્યારબાદ તે વ્યક્તિએ મારા ATM કાર્ડ મશીનમાં નાખથા મે મારા પીન નંબર તે વ્યકિતને જોતા પીન નંબર દબાવ્યો હતો. ત્યારબાદ તે વ્યકિતએ મને ATM મશીનમાંથી સ્લીપ કાઢીને મને જણાવ્યુ હતું કે તમારા એકાઉન્ટમા રૂપિયા નથી. જેથી મને ATM કાર્ડ પરત આપી દીધુ હતું જે લઈ મારા ઘરે પરત જતો રહ્યો હતો. ત્યારે મારા મોબાઇલમાં આવેલો મેસેજમા મેસેજ જોતા મને જાણવા મળ્યું હતું કે ગત તા.24/11/2023 તથા તા.26/11/2023ના રાત્રીના બારેક વાગ્યાના સુમારે દસ દસ હજાર કરીને બે વખત મારા ATM કાર્ડ વડે પૈસા ઉપાડવામાં આવ્યા છે.

જેથી હુ બેંકમાં જતા મને જાણવા મળ્યું હતું મારા બેંક એકાઉન્ટમાંથી મારા ATM કાર્ડ વડે કોઇ અજાણ્યા વ્યકિતએ બેવાર દસ દસ હજાર મળી રૂ.20 હજાર અલગ અલગ એટીએમમાંથી ઉપાડી લીધા હતા. જેથી મે મારૂ ATM કાર્ડ ચેક કરતા કોઈ જીગ્નેશકુમાર લીંબાચીયાનુ મારા ATM કાર્ડ જેવુ જ SBI બેંકનુ ATM કાર્ડ આપી દીધુ હતું. જેથી મને માલુમ પડ્યું હતું કે આજવા રોડ દુધેશ્વર બસ સ્ટેન્ડની પાછળ બેંક ઓફ બરોડાના ATM મશીન ખાતે પૈસા ઉપાડવા માટે મદદ કરના વ્યક્તિએ જ ATM કાર્ડ બદલાવી મારી સાથે છેતરપીંડી કરી છે. પાણીગેટ પોલીસે તેમની ફરિયાદના આધારે ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News