Get The App

ભાયલીની સ્ટાર રેસિડેન્સીનાે ઠગ બિલ્ડર જયેશ પટેલ પાસા હેઠળ રાજકોટ જેલમાં રવાના

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
ભાયલીની સ્ટાર રેસિડેન્સીનાે ઠગ બિલ્ડર જયેશ પટેલ પાસા હેઠળ રાજકોટ જેલમાં રવાના 1 - image

વડોદરાઃ ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપ્યો છે.

ભાયલીમાં  સ્ટાર રેસિડેન્સી નામની સ્કીમમાં અનેક લોકોના ફ્લેટ બુક કર્યા બાદ તેને બે થી ત્રણ જણાને વેચી દઇ છેતરપિંડી કરવાના બનાવમાં બિલ્ડર જયેશ નટવરભાઇ પટેલ(રાધે રેસિડેન્સી,લક્ષ્મીપુરા રોડ મૂળ પાદરા) સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ૨૦ ફરિયાદ નોંધાઇ હતી.

ગોત્રીના પીઆઇ આર એન પટેલે તેની અલગ અલગ ગુનામાં ધરપકડ કરતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.પોલીસ કમિશનરે જયેશ પટેલ માટે પાસાનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું.

જયેશ પટેલ જામીન પર છૂટતાં જ ગોત્રી પોલીસે તેના પર વોચ રાખી પાસા હેઠળ અટકમાં લીધો હતો.જયેશને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News