સ્ટાર રેસિડેન્સીનો ઠગ બિલ્ડર જયેશ પટેલની છેતરપિંડીના વધુ એક ગુનામાં ધરપકડ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
સ્ટાર રેસિડેન્સીનો ઠગ બિલ્ડર જયેશ પટેલની છેતરપિંડીના વધુ એક ગુનામાં ધરપકડ 1 - image

વડોદરાઃ ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ  બિલ્ડર જયેશ પટેલની વધુ એક ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

સ્ટાર રેસિડેન્સીની સ્કીમમાં દુકાનો અને ફ્લેટ બુક કરાવનાર અનેક ગ્રાહકોના રૃપિયા પડાવી લીધા બાદ તેમના ફ્લેટ બીજાને વેચી દેવા બદલ સત્યા ડેવલોપર્સના ભાગીદારો પૈકીના જયેશ નટવરભાઇ પટેલ(ધ રાધે રેસિડેન્સી,લક્ષ્મીપુરા) સામે ૧૮ ફરિયાદ નોંધાઇ છે.

ગોત્રી પોલીસ એક પછી એક ગુનામાં તેની ધરપકડ કરી રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી રહી છે.આજે તેની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવનાર છે.


Google NewsGoogle News