વડોદરામાં કારેલીબાગના વેપારીએ ખરીદેલા બંને ફ્લેટ ઠગ બિલ્ડર અપૂર્વ પટેલે અન્યને વેચી માર્યા

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં કારેલીબાગના વેપારીએ ખરીદેલા બંને ફ્લેટ ઠગ બિલ્ડર અપૂર્વ પટેલે અન્યને વેચી માર્યા 1 - image

image : Freepik

વડોદરા,તા.02 જાન્યુઆરી 2024,શુક્રવાર

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ દ્વારા મેપલ એવન્યુ રહેણાંક મકાનની સાઈટ બનાવી હતી. જેમાં કારેલીબાગ વિસ્તારમાં રહેતા વેપારીએ 2 ફ્લેટ ખરીદી પૂરેપૂરા રૂપિયા 56.75 લાખ ચૂકવી દીધા હોવા છતાં બિલ્ડર તેમને દસ્તાવેજ કરી આપતો ન હતો કે કબજો પણ સોંપ્યો ન હતો. તપાસ કરાવતા બિલ્ડર તેમના બંને ફ્લેટ અન્યને વેચી માર્યા હોવાનું જાણ તથા મહાઠગ બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ  માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં મેન્ટલ હોસ્પિટલ પાસે આવેલી વૈશાલી સોસાયટીમાં રહેતા કિર્તીકુમાર કિરીટભાઇ શાહે ફરીયાદ નોંધાવી છે કે શહેરમાં માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી ટાઉનશીપ પાસે બાલાજી પાર્ટી પ્લોટની નજીક મેપલ એવન્યુ નામની નવી બંધાતી હતી. આ રહેણાંક મકાનોની ફ્લેટની સ્કીમ ઠગ બિલ્ડર અપુર્વ દિનેશ પટેલએ વેચાણ અર્થે રાખી હતી. વર્ષ 2016માં મે આ સ્કીમના જઈને એ/502 અને બી/501 નંબરના મકાન બુક કરાવ્યાં હતા. બિલ્ડર અપૂર્વ પટેલ ના કહેવા મુજબ અમે તેને બાનાખત પેટે સહિત  ચુકવવાપાત્ર રકમ રોકડા રૂપિયા 10.50 લાખ તથા બેન્ક લોનદ્વારા રૂપિયા 46.25 લાખ મળી 56.75લાખ અપુર્વ પટેલને ચુકવી દિધ હતા. તેમ છતાં બિલ્ડર આતુર સુધીમાં સુધી અપુર્વ દિનેશ પટેલએ મકાનોના વેચાણ દસ્તાવેજ કરી નહી આપ્યો નથી કે અમને મકાન પણ આપ્યું નથી. મહાઠગ બિલ્ડર ને વારંવાર કહેવા છતાં દસ્તાવેજ કરી આપતો ન હતો. જેથી મે તપાસ કરાવતા ખરીદેલા બન્ને મકાનો અન્યને વેચાણ કરી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. આ બિલ્ડરે બન્ને મકાનના ખરીદી પેટે અમારી રૂ.56.75 લાખ લઈ અમારી સાથે છેતરપીંડી કરી છે.


Google NewsGoogle News