'રામ કી યાત્રા પર પથ્થર ફેંકને વાલો કો ભારતમે રહેને કા અધિકાર નહીં હે' : બાબા બાગેશ્વરધામ
'હિન્દુ જાગૃતિ માટે 'ભારતયાત્રા' કરીશ, કરોડોનું આધ્યાત્મ છોડીને ૧૦ કોડીના રાજકારણમાં આવવાનો કોઇ રસ નથી, હિન્દુરાષ્ટ્ર માટે બંધારણમાં વધુ એક વખત સંશોધન થશે'
વડોદરા : બાગેશ્વરધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરા પધાર્યા છે. સાંજે નવલખી ગ્રાઉન્ડ ઉપર દિવ્ય દરબાર ભરતા પહેલા બાબાએ પત્રકારો સાથે મુલાકાત કરી હતી અને સવાલોના જવાબ આપ્યા હતા. બાબાએ કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રત્યેક હિન્દુને જાગૃત કરવા એ મારૃ અભિયાન છે એ માટે હું કથાઓ કરૃ છુ, દરબાર ભરૃ છું અને હવે જરૃર પડશે તો ભારતયાત્રા પણ કરીશ'
સનાતન ધર્મ પ્રાચીન અને વૈજ્ઞાાનિક હોવા છતાં તેના મૂળીયા કેમ નબળા પડી ગયા છે ? આ પ્રશ્નનો જવાબ આપતા બાબાએ કહ્યું હતું કે 'મૂળીયા નબળા નથી પડયા પરંતુ સનાતન ધર્મ રૃપી વૃક્ષનું છેલ્લા કેટલાય વર્ષોથી યોગ્ય સિંચન થયુ નથી તેના કારણે તેના કેટલાક પાંદડાઓ સુકા થઇ રહ્યા છે પરંતુ હવે પ્રત્યેક હિંદુ આસ્થાના સિંચન વડે આ વૃક્ષના પ્રત્યેક પાંદડાને ફરીથી લીલા છમ કરી દેશે'
બાબાએ આગળ કહ્યું હતું કે 'હિન્દુ રાષ્ટ્રનો મતલબ છે જ્યાં જાતિવાદ શૂન્ય હોય. જાતિવાદ ખતમ કરવા માટે હું દલીતોને ત્યાં ભોજન કરૃ છું. ભારતમાં જેટલા પણ મંદિરો છે તેનું તમામ ધન સનાતન ધર્મને મજબુત કરવા માટે જ ઉપયોગમાં લેવાય તેવી વ્યવસ્થા સરકારે કરી પડશે. ભગવાન રામની યાત્રા પર પથ્થર ફેંકવાવાળાઓને ભારતમાં રહેવાનો કોઇ અધિકાર નથી. સંત સનાતનની રક્ષા થવી જોઇએ. ભગવાન રામના અને સનાતનના પ્રચારના કાર્યમાં કોઇ બાધાના હોવી જોઇએ. '
રાજનીતિથી ધર્મ નહી પરંતુ ધર્મથી રાજનીતિ ચાલવી જોઇએ. કોરોડોના આધ્યાત્મને છોડીને ૧૦ કોડીના રાજકારણમાં આવવાનો મને કોઇ રસ નથી. કરોડો સનાતનીઓના આરાધ્ય ભગવાન શ્રીરામનું મંદિર અયોધ્યામાં નિર્માણ થઇ ગયુ છે અને ભગવાન રામ હવે તંબુમાંથી મહેલમાં આવવાના છે ત્યારે પ્રત્યેક સનાતનીઓ માટે આ ગૌરવ અને ઉત્સવનો પ્રસંગ છે. '