Get The App

ગોરવા વિસ્તારમાં મોપેડ પર દારૃ સપ્લાય કરતા ત્રણ ઝડપાયા

આજવા રોડ ચાચા નેહરૃ નગરમાં દારૃ વેચતી મહિલા ઝડપાઇ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ગોરવા વિસ્તારમાં મોપેડ પર દારૃ સપ્લાય કરતા ત્રણ ઝડપાયા 1 - image

 વડોદરા,ગોરવા વિસ્તારમાં મોપેડ પર વિદેશી દારૃની હેરાફેરી  કરતા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે બૂટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,  આજવા રોડ ચાચા નહેરૃ નગરમાં રહેતી મીરાબેન જીતેશભાઇ ગોદડિયા વિદેશી દારૃનું વેચાણ કરે છે. જેથી, પી.આઇ.એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ પાડી વિદેશી દારૃની ૮૩ બોટલ કિંમત રૃપિયા ૮,૩૦૦ ની કબજે કરી મીરાબેન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ગોરવામાં રહેતો બૂટલેગર વિજેન્દ્ર ઉર્ફે ટેણી કથેરીયા તેના સાગરિત  પ્રતિક ઉર્ફે વિક્કી યાદવ મારફતે વિદેશી દારૃનું વેચાણ કરાવે છે. વિક્કીના ગોરવા ખાતે આવેલા ડોલી પાન હાઉસ તેમજ અન્ય જગ્યાએ દારૃનો જથ્થો રાખી સાગરિતો મારફતે મોપેડ પર સપ્લાય કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને (૧) પ્રતિક ઉર્ફે વિક્કી ગિરીશભાઇ યાદવ ( રહે. નિલેશ નગર, બાપુની દરગાહ પાસે, ગોરવા) (૨) માસુદ સલીમશા દિવાન  તથા (૩) મોહંદદરઇશ રાજેશભાઇ રાણા ( બંને રહે. લક્ષ્મી નારાયણ નગર, કરોડિયા રોડ, બાજવા) ને ઝડપી  પાડયા હતા. પ્રતિક સામે અગાઉ પ્રોહિબિશનના ચાર ગુના દાખલ થયા છે. જ્યારે વિજેન્દ્ર ઉર્ફે ટેણીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ટેણી સામે પ્રોહિબિશનના ૧૯, ખંડણીનો એક ગુનો દાખલ થયા છે. જ્યારે ચાર  વખત પાસામાં જઇ આવ્યો છે અને એક વખત તડિપાર પણ થયો છે.

પોલીસે આરોપીઓ પાસેથી દારૃની ૧૮૨ બોટલ કિંમત રૃપિયા ૨૨ હજારની કબજે કરી છે. જ્યારે ત્રણ મોપેડ, પાંચ મોબાઇલ ફોન અને રોકડા એક હજાર મળી કુલ રૃપિયા૧.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News