Get The App

રૃા.૨૨ લાખની ચોરી બાદ ભાગબટાઇ કરવા બેસેલા ત્રણ ચોરો ઝડપાયા

દાહોદ જિલ્લાના ત્રણ ચોરો પાસેથી રૃા.૫.૪૩ લાખ રોકડા કબજે કરવામાં આવ્યા

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
રૃા.૨૨ લાખની ચોરી  બાદ ભાગબટાઇ કરવા બેસેલા ત્રણ ચોરો ઝડપાયા 1 - image

દાહોદ તા.૨૬ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા સ્થિત એક કોસ્મેટિક કંપનીમાં થોડા દિવસ અગાઉ થયેલ રૃા.૨૨ લાખની ઘરફોડ ચોરીના બનાવમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી રૃા.૫.૨૯ લાખની રોકડ રિક્વર કરી હતી.

દહેગામ ખાતે આવેલી જી હાઇઝન્સ પ્રોડક્ટ્સ નામની કોસ્મેટીક કંપનીમાં ગત તા.૧૨ના રોજ ચોરો કંપનીમાં દિવાલ કૂદી  અંદર પ્રવેશ્યા હતા અને ખુલ્લા દરવાજામાંથી  ઉપરના માળે ચડી ઓફિસના ડ્રોઅરમાંથી રૃા.૨૨ લાખ ઉપરાંતની રોકડનો હાથફેરો કરી ફરાર થઈ જતા આ મામલે દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. 

આ બનાવમાં આરોપીઓ દાહોદ તાલુકાના ગડોઈઘાટી પાસે ભાગબટાઈ માટે ભેગા થયેલા હોવાની જાણ થતાં દાહોદ એલસીબીની ટીમે દરોડા પાડી નટુભાઈ નબળાભાઈ ચૌહાણ (રહે.નાનીખરજ, બાંડીખેડા ફળિયું), ભારતાભાઈ નાનીયાભાઈ પલાસ (રહે.આમલી ખજુરીયા, ખાડા ફળિયું) તેમજ રૃમાલ કાળીયાભાઈ પલાસ (રહે.આંબલી ખજુરીયા, ખાડા ફળિયું)ને ઝડપી પાડયા હતાં. ત્રણે પાસેથી કુલ રૃા.૫.૨૯ લાખનો મુદ્દામાલ મળતાં કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




Google NewsGoogle News