ચેતવણીના બોર્ડ વગર તમાકુ પ્રોડક્ટ વેચતા ત્રણ વેપારી સામે ફરિયાદ
વડોદરાઃ વડોદરા શહેર એસઓજીએ તમાકુ મોત નોતરે છે તેવી ચેતવણી આપતા બોર્ડ મૂક્યા વગર તમાકુની પ્રોડક્ટ વેચતા ત્રણ દુકાનદાર સામે ગુનો નોંધી અટકાયત કરી છે.
પકડાયેલાઓમાં(૧)અકોટા રાધાકૃષ્ણચાર રસ્તા પાસે રાજવી કોમ્પ્લેક્સમા્ં આવેલા ક્લાસિક પાન એન્ડ ટી કોર્નરના સાજીદ અખ્તર પઠાણ(યોગી કુટિર, તાંદલજા)(૨) અકાેટાના સાંગરિલા એપાર્ટમેન્ટમાં આવેલા રોશની પાન એન્ડ કોલ્ડ્રિંકના સંચાલક સંજય દેવજીભાઇ કોરીયા(નવનીતપાર્ક, અકોટા) અને (૩)અકોટા ગાર્ડન સામે અનુરાગ કોમ્પ્લેક્સમા્ં આવેલા પટેલ પાન કોર્નરના સંચાલક વિપુલ ભુરાભાઇ ફળદુ (અનુરાગ કોમ્પ્લેક્સ-૧,અકોટા ગાર્ડન સામે) નો સમાવેશ થાય છે.