Get The App

રાજમહેલ રોડ પર વહેલીસવારે ફ્રુટના લારીવાળાને લૂંટનાર ત્રણ લૂંટારા પકડાયા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
રાજમહેલ રોડ પર વહેલીસવારે ફ્રુટના લારીવાળાને લૂંટનાર ત્રણ લૂંટારા પકડાયા 1 - image

વડોદરાઃ રાજમહેલ રોડ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં એક વૃધ્ધ લારીધારક પર હુમલો કરી રોકડ લૂંટી લેનાર ત્રણ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

નવાયાર્ડ રમણીકભાઇની ચાલીમાં રહેતા અને ફ્રુડની લારી ધરાવતા ૬૨ વર્ષના યુસુફ ભાઇ રિયાસતઅલી પઠાણ તા.૧૯મીએ સવારે ખંડેરાવ માર્કેટ ફ્ટ લેવા નીકળ્યા ત્યારે સવારે સાડા પાંચ વાગ્યે કલાભવન મેદાન નજીક બાંકડા પર આરામ કરતા હતા ત્યારે સ્કૂટર પર ત્રણ યુવકો આવ્યા હતા.

હુમલાખોરોએ પર્સ અને મોબાઇલ ખોવાયા છે તે ચેક કરવાના નામે ખિસ્સા તપાસી ઝપાઝપી કરી હતી અને માથામાં દંડો ફટકારતાં શ્રમજીવી લોહીલુહાણ થઇ ગયા હતા.ત્યારબાદ તેઓ રોકડા રૃ.પ૫૦૦ લૂંટી ફરાર થઇ ગયા હતા.

આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂુટેજ  અને અન્ય સોર્સના આધારે તપાસ કરી તુષાર ઉર્ફે મુન્નુ કાન્તિલાલ ચુનારા,નીતિન રણજિતભાઇ વસાવા (બંને રહે.ચુનારા વાડ, બરાનપુરા) અને એક સગીરને ઝડપી પાડી રોકડા રકમ અને સ્કૂટર કબજે કર્યા હતા.


Google NewsGoogle News