Get The App

રોકડની હેરાફેરી અને ઠગાઇના કેસમાં ફરાર પૂર્વ ક્રિકેટરને પકડવા ત્રમ ટીમ કામે લાગી,રાજ્ય બહાર તપાસ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
રોકડની હેરાફેરી અને ઠગાઇના કેસમાં ફરાર પૂર્વ ક્રિકેટરને પકડવા ત્રમ ટીમ કામે લાગી,રાજ્ય બહાર તપાસ 1 - image

વડોદરાઃ વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર રિશિ અરોઠે સામે ગુના નોંધાયા બાદ તેનો પત્તો મંળવવા પોલીસની ત્રણ ટીમો દોડતી થઇ છે.

પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેએ નાસિક ખાતેથી આંગડિયા મારફતે રોકડા રૃ.૧.૩૯ કરોડ મોકલતાં તેના પિતા તુષાર અરોઠે(પૂર્વ રણજી ક્રિકેટર અને કોચ)એ ડિલિવરી લીધી હતી.એસઓજીની ટીમે પ્રતાપગંજ ખાતેના તેમના મકાને દરોડો પાડી રોકડ કબજે કરી હતી.ઇન્કમટેક્સ અને ઇડી દ્વારા પણ આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પોલીસ કમિશનરે રિશિ અરોઠે સામે ફરિયાદ કરવા માટે જે કોઇ આગળ આવશે તેને પોલીસ મદદ કરશે તેવી અપીલ કરતાં માંજલપુર અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડીના ગુના નોંધાયા હતા.

રિશિને  હાજર થવા માટે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં તેનો કોઇ પત્તો નથી અને ફોન પણ સ્વીચ ઓફ છે.જેથી એસઓજીના પીઆઇ વી એસ પટેલ સહિતની ત્રણ ટીમો તેની શોધખોળ કરી રહી છે. પોલીસની એક ટીમ ગુજરાત બહાર પણ રવાના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.


Google NewsGoogle News