ઇટાદરા ગામે જુગાર રમતા ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાયા
માણસા : માણસા તાલુકાના ઈટાદરા ગામની સીમમાં સ્મશાનની પાછળ
ખુલ્લામાં નીચે બેસી આજે બપોરે ત્રણ શખ્સો જુગાર રમી રહ્યા હોવાની માણસા પોલીસને
બાતમી મળતા પોલીસે આ જગ્યા પર જઈ રેડ કરી ત્રણેય ઈસમોને ૧૩૬૧૦ ની રોકડ રકમ સાથે
ઝડપી ત્રણે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસા પોલીસ
સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ,
સુરપાલસિંહ, કોન્સ્ટેબલ
મહેન્દ્રસિંહ, રોહિતકુમાર, બળવંતસિંહ વિગેરે
આજે બપોરે પોલીસ સ્ટેશન હાજર હતા તે વખત કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને ચોક્કસ પાકી
બાતમી મળી હતી કે તાલુકામાં આવેલ ઇટાદરા
ગામની સીમમાં સ્મશાનની પાછળ ખુલ્લી જગ્યામાં નીચે બેસી કેટલાક ઈસમો પોતાના અંગત
આથક લાભ સારું પાના પત્તાનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે
પોલીસે સીમમાં જઈ દૂરથી જોતા અહીં ત્રણ ઈસમો જુગાર રમી રહ્યા હતા અને તે લોકો
પોલીસને જોઈ ભાગવા લાગતા પોલીસે તેમને ઝડપી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ(૧)
કુનાલ ઉર્ફે કાળો અશ્વિનભાઈ,રહે.
પટેલ વાસ,ઇટાદરા(૨)શૈલેષસિંહ
ઉર્ફે જાડો વેલુજી વાઘેલા,રહે.વાઘેલા
વાસ, ઈટાદરા
અને(૩) સમીર ભુપેન્દ્રભાઈ પંચાલ,
રહે.જુના બસ સ્ટેન્ડ પાસે,
ઈટાદરા હોવાનું જણાવ્યું હતું અને તમામની
તલાસી લેતા તેમની પાસેથી ૧૧,૭૦૦
રૃપિયા રોકડા અને દાવ પર મુકેલ ૧૯૧૦ રૃપિયા મળી કુલ ૧૩,૬૧૦ રૃપિયા અને
પાના પત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ત્રણેય ઈસમો વિરુદ્ધ માણસા પોલીસે
ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.