વડતાલના ત્રણ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા, કલાકો સુધી લાશો રઝળી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
વડતાલના ત્રણ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા, કલાકો સુધી લાશો રઝળી 1 - image


મિત્રાલ પાટિયા પાસે બાઇક રોડની સાઇડમાં ઉતરી ગઇ

સોમવારે રાત્રે અકસ્માત થયો, બીજા દિવસે બપોરે ખબર પડી, અકસ્માત કે હત્યા અંગે પોલીસે તપાસ આદરી

નડિયાદ: વસો તાલુકાના પીજ રામોલ રોડ મિત્રાલ પાટિયા નજીક આવેલા ઝાપડા મહારાજની દેરી પાસના વળાંક ઉપર સોમવાર રાત્રિના સમયે પૂરપાટ પસાર થતું એક બાઈક ચાલકની ગફલતા કારણે રોડ સાઈડની ગટરમાં ઉતરી જતા શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા બાઈક સવાર એક યુવક, એક કિશોર તેમજ એક વૃદ્ધ મળી કુલ ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જોકે ત્રણેય યુવકોની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. વસો પોલીસ ટીમે એફએસએલ અને ડોગ સ્કોવોર્ડની મદદથી તપાસ શરૂ કરી છે.

નડિયાદના વડતાલના કીરણભાઈ સોમાભાઈ (ઉ.વ.૨૨), અર્જુન મોહનભાઇ  (ઉ.વ.૧૨) તથા ડાહ્યાભાઈ ધુળાભાઈ  (ઉ.વ.૬૫) વડતાલ માઘરોલી સોમવાર રાત્રિના સમયે વસોના પીજ રામોલ રોડ પર આવેલા મિત્રાલ ગામના પાટિયા નજીક આવેલ ઝાપડા મહારાજની દેરી પાસેના વળાંક ઉપર બાઈક પર પસાર થતા હતા. જાણવા મળતી માહિતી મુજબ મૃતકો સંબંધમાં કાકા-ભત્રિજા અને મામા સસરા હોવાનું અને તેઓ એક જ બાઇકમાં ત્રણ સવારી જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

 ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતું બાઇક ચાલકની ગફલતના કારણે રોડ સાઈડની ગટરમાં ઉતરી ગયું હતું .જેને લઈ શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ કિરણભાઈ તેમજ અર્જુન તેમજ ડાહ્યાભાઈના મોત નીપજ્યા હતા. તેમજ સમય જતા ત્રણેય ઘેર પરત ન ફરતા પરિવારજનો એ આજે શોધખોળ આરંભી હતી આ સમયે ત્રણેયના મૃતદેહ મિત્રાલ પાટિયા પાસેના વળાંક પર રોડ સાઈડની ગટરમાંથી મળી આવ્યા હતા. દરમિયાન વસો પોલીસને જાણ તથા ત્યાં દોડી આવી પોલીસે ત્રણેયના મૃતદેહ કબજે લઈ પીએમ અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

આ વચ્ચે ત્રણેયની હત્યા કરવામાં આવી હોવાની આશંકાના પગલે વસો પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News