ખેડામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ કેસો નોંધાયા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ખેડામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ કેસો નોંધાયા 1 - image


જિલ્લામાં કુલ 11 બાળકો ઝપેટમાં આવ્યા  

બિલોદરાના છ વર્ષના તથા મિત્રાલ અને ભાનેરના ત્રણ વર્ષના બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા 

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ, વસો અને કઠલાલ તાલુકામાં શુક્રવારે ચાંદીપુરા વાયરસના ૩ શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેથી જિલ્લામાં કેસોની સંખ્યા કુલ ૧૧ ઉપર પહોંચી છે. નવા કેસો નોંધાતા આરોગ્ય વિભાગે સંબંધિત વિસ્તારોમાં સર્વે સહિતની કામગીરી આરંભી છે. 

નડિયાદના બિલોદરા ગામમાં શુક્રવારે ૬ વર્ષિય બાળક ચાંદીપુરાના ભરડામાં આવ્યું છે. જે હાલ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ વસોના મિત્રાલમાં પણ ૩ વર્ષિય બાળકમાં ચાંદીપુરા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. 

ઉપરાંત કઠલાલના ભાનેર ગામમાં પણ ૩ વર્ષિય બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગુરુવારે બે કેસ નોંધાયા બાદ શુક્રવારે ૩ નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જિલ્લામાં અત્યારસુધીમાં ૧૧ બાળકો વાઈરસની ચપેટમાં આવી જતાં અને તેમાંથી બે બાળકોના મોત થતાં જિલ્લાવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. 

આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે અને સર્વે કરી સેમ્પલ લઈ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોની તિરાડો પુરવાની કામગીરી હાથ ધરી છે. 

તેમજ ગંદકી ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. 


Google NewsGoogle News