માણસામાં દુકાનદારે બાકી રૃપિયાની ઉઘરાણી કરતાં ત્રણ શખ્સોએ તોડફોડ કરી લૂંટ ચલાવી

Updated: May 26th, 2023


Google NewsGoogle News
માણસામાં દુકાનદારે બાકી રૃપિયાની ઉઘરાણી કરતાં ત્રણ શખ્સોએ તોડફોડ કરી લૂંટ ચલાવી 1 - image


ત્રણ શખ્સો સામે લુંટની ફરિયાદ નોંધાઇ

ત્રણ શખ્સોએ વાહનમાં પણ નુકસાન કરીને ડ્રોવરમાંથી ૭૧ હજાર લુંટી લઇને મારી નાંખવાની ધમકી આપી

માણસા :  માણસા શહેરના મહાવીર કોમ્પલેક્ષમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં ગઈકાલે બપોરે એક ઈસમ પોતાની ત્યાં બે એસી નાખવાના હોવાનું કહ્યું હતું ત્યારે દુકાનદારે તેને અગાઉના બાકીના પૈસા આપ્યા પછી બીજો વ્યવહાર કરીશું તેવું કહેતા આ ઈસમ ત્યાંથી ધમકી આપી ચાલ્યો ગયો હતો અને સાંજે ફરીથી તે ઈસમ તેના બે સાગરીતો સાથે દુકાન પર આવી લોખંડ ની પાઈપો વડે ટીવી ફ્રીજ ઘરઘંટી સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તોડફોડ કરી બહાર પડેલા એકટીવા ને નુકસાન કરી તથા દુકાનના ડ્રોવરમાંથી ૭૧ હજાર રૃપિયા ની લૂંટ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી  ભાગી છુટયા હતા જે બાબતે દુકાનદારે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા શહેર માં આવેલ શિવમ સોસાયટીમાં રહેતા અને મહાવીર કોમ્પલેક્ષમાં પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં ઇલેક્ટ્રોનિક સર સામાન નો વેપાર કરતા સાગર ઘનશ્યામભાઈ દરજી ગઈકાલે બપોરે તેમની દુકાન પર હાજર હતા તે વખતે માણસા ગામમાં રહેતો ભરતજી ઉર્ફે ડિગ્રી દશરથજી ઠાકોર નામનો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે મારી ઓફિસમાં બે એ.સી લગાવવાના છે જેથી દુકાનદારે ભરત ને જણાવ્યું હતું કે મેં અગાઉ તમને ૨૩ હજાર રૃપિયાની તિજોરી આપેલી હતી જેના પૈસા બાકી છે તે ચૂકતે કરો પછી બીજો વ્યવહાર કરીશું તેવું કહેતા એ ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને હું સાંજે આવું છું તેવી ગભત ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ફરીથી સાંજે ભરત તેના બે સાગરીતો સાથે સાગર દરજીની દુકાન પર હાથમાં લોખંડની પાઇપો લઈને આવ્યા હતા તે સમયે દુકાનની અંદર ઘનશ્યામભાઈ દરજી હાજર હતા અને સાગર દુકાનની પાછળના ભાગે ચા પીવા માટે ગયો હતો તે વખતે આ ત્રણ ઈસમો દુકાન ના કાચ પર તોડફોડ કરવા લાગ્યા હતા અને દુકાનની અંદર ઘુસી ૮૫ હજાર રૃપિયાની કિંમતના ચાર ટીવી,૩૮૦૦ ના કુલર અને ટાવર ફેન,૧૪ હજાર રૃપિયાની કિંમતનું ફ્રીજ,૧૧,૫૦૦ ની કિંમતની ઘરઘંટી,૩૯ હજાર રૃપિયા નું એસી ને તોડફોડ કરી અને દુકાનના બહાર મુકેલ એકટીવા ને ૫,૦૦૦ નું નુકસાન પહોંચાડયું હતું તો આ સમયે દુકાનદારે તથા તેમના પિતાએ આ ઈસમો ને રોકવાની કોશિશ કરતા આ લોકોએ ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન ના ડ્રોવરમાં મુકેલા ૭૧ હજાર રૃપિયા ની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા જે બાબતે સાગર ઘનશ્યામભાઈ દરજીએ ભરતજી ઉર્ફે ડિગ્રી દશરથજી ઠાકોર તથા અન્ય બે સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News