પોલીટેકનિક કોલેજ ખાતે તા.૪થીએ મતગણતરી માટે થ્રી લેયર બંદોબસ્ત,100 કેમેરા લગાવ્યા
વડોદરાઃ પોલીટેકનિક કોલેજ ખાતે આગામી તા.૪થી એ યોજાનાર લોકસભાની ચૂંટણીની મતગણતરી દરમિયાન થ્રી લેયરનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડોદરા શહેર લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાન બાદ ઇવીએમ અને વીવીપેટ સીલ કરીને પોલીટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે.જેથી ત્યાં કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેની પુરતી તકેદારી રાખવામાં આવી છે.
ઉપરોક્ત સ્થળે ગોઠવેલા બંદોબસ્તની રાજ્યના પોલીસ વડાએ પણ વડોદરા આવી માહિતી મેળવી હતી અને બંદોબસ્ત માટે જરૃરી સૂચનાઓ આપી હતી.જ્યારે,ચૂંટણી પંચના અધિકારીઓએ પણ વ્યવસ્થા નિહાળી હતી.
પોલીટેકનિક કોલેજ ખાતે બહારની બાજુએ વડોદરા પોલીસના ૧૦૦૦ જેટલા જવાનો બંદોબસ્ત જાળવશે.જ્યારે અંદર બીજા લેયરમાં એસઆરપીનું અડધું પ્લાટુન ગોઠવવામાં આવ્યું છે.આવી જ રીતે ઇવીએ રાખ્યા છે ત્યાં અર્ધલશ્કરી દળોના અડધું પ્લાટુન બંદોબસ્ત જાળવશે.આ ઉપરાંત ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.