Get The App

યાકુતપુરામાં વેપારીના મોપેડની ડીકીમાંથી રોકડા ત્રણ લાખની ચોરી

એક આરોપી દુકાનમાં ભાવતાલ કરાવતો રહ્યો અને બીજો ડીકીમાંથી રૃપિયા કાઢીને ફરાર

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
યાકુતપુરામાં વેપારીના મોપેડની ડીકીમાંથી રોકડા ત્રણ લાખની ચોરી 1 - image

વડોદરા,આંગડિયા પેઢીમાંથી રોકડા ૩ લાખ લઇ આવી મોપેડની ડીકીમાં મૂકી વેપારી પોતાની દુકાને આવ્યો હતો. દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે પૈકી એક આરોપી ભાવતાલ કરતો રહ્યો અને તેનો સાગરીત ડીકીમાં મૂકેલા રોકડા ૩ લાખ કાઢીને લઇ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

વારસિયા પટેલ પાર્ક પાસે સત્યવિલા સોસાયટીમાં રહેતા જયેશભાઇજેઠાલાલ બાવીસી યાકુતપુરા ચરોતર હોલ નજીક સૌરાષ્ટ્ર ટ્રેડિંગ કોર્પોેરેશન નામથી તેલના ખાલી ડબાનો ધંધો કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી  જણાવ્યું છે કે,ગઇકાલેમારા મિત્ર મિતેશ મોદીએ સિદ્ધપુરથી આર.કે.આંગડિયા પેઢીમાં રૃપિયા મોકલ્યા હતા. જેથી,  સાંજે પોણા  પાંચ વાગ્યે હું મારા ગોડાઉન યાકુતપુરાથી મોપેડ લઇને સુલતાનપુરા આર.કે. આંગડિયા પેઢી પર પૈસા લેવા માટે ગયો હતો. ૩ લાખ રોકડા લઇ પ્લાસ્ટિકની થેલીમાં મૂકી મોપેડની ડીકીમાં મૂક્યા હતા. ત્યારબાદ એમ.જી.રોડ, નરસિંહજીની પોળ, અડાણીયા પુલથઇ અજબડી મિલ પાસે મારા ગોડાઉન પર આવ્યો હતો. ગોડાઉનના કંપાઉન્ડમાં મોપેડ પાર્ક કરી હું દુકાનમાં જતો રહ્યો હતો. મારી દુકાનમાં ગ્રાહકો આવ્યો હોઇ ઘરાકી ચાલતી હતી. દરમિયાન મને કેટલાક ગ્રાહકો પર શંકા જતા મે દુકાનની બહાર આવીને ચેક કરતા તેઓ જતા રહ્યા હતા. મોપેડ પાસે આવીને ચેક કરતા ડીકી ખુલ્લી હતી અને તેમાં મૂકેલા રોકડા ૩ લાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી ગાયબ હતા.

મેં દુકાનના સીસીટીવી ચેક કરતા બે ગ્રાહકો મારી દુકાનમાં આવ્યા હતા. તે  પૈકી એક આરોપી મારા ભાઇ સાથે ભાવતાલ કરતો હતો. જ્યારે તેની સાથે આવેલા ડાર્ક બ્લૂ કલરની ટી શર્ટ વાળો આરોપી મોપેડની ડીકીમાંથી રૃપિયા ચોરી કરીને જતો રહ્યો હોવાનું દેખાયું હતું.આરોપીઓ અજબડી મિલ થઇ ગૌરવ સોસાયટી તરફ ભાગી ગયા હતા.


Google NewsGoogle News