Get The App

નવાયાર્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ બાદ વતનની અદાવતને કારણે હુમલાના ત્રણ બનાવ

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
નવાયાર્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ બાદ વતનની અદાવતને કારણે હુમલાના ત્રણ બનાવ 1 - image

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં ગઇકાલે સાંજેે વતનની અદાવતને કારણે હુમલાના એક પછી એક ત્રણ બનાવ બન્યા હતા.જેથી ફતેગંજ પોલીસે ત્રણેય બનાવની ફરિયાદ નોંધી છે.

નવાયાર્ડ સંતોકનગરમાં રહેતા અસ્લમ ખાન પઠાણે પોલીસને કહ્યું છે કે,સબંધીના લગ્ન પ્રસંગ બાદ હું મારા સાઢુ મો.ઉમરખાન સાથે નાળિયેરની લારી પર આવ્યો ત્યારે પપ્પુ પઠાણ અને તેના ત્રણ સાગરીતો ધસી આવ્યા હતા.તેમણે વતનના ઝઘડાની અદાવત રાખી પાઇપો વડે અમારા બંને પર હુમલો કર્યો હતો.

અન્ય એક બનાવમાં એકરાર પઠાણે કહ્યું છે કે,ઉપરોક્ત બનાવ બાદ પપ્પુ પઠાણના સબંધી તાહેર શહિદ પઠાણ(નિસાર મહોલ્લો, મધુનગર,ગોરવા)એ મને માર માર્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં રોશન નગરમાં રહેતા નઇમખાન પઠાણે કહ્યું છે કે,મારા પિતાએ કાકીને ત્યાં થયેલા ઝઘડાના  બનાવમાં પોલીસ ફરિયાદ કરવા ગયા છે તો તું પણ જઇ આવજે તેમ કહેતાં હું પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.આ વખતે મોહિન પઠાણ,મુખત્યાર પઠાણ અને નિસારભાઇએ પપ્પુ પઠાણનો સબંધી હોવાનું કહી મને માર માર્યો હતો.


Google NewsGoogle News