કરજણના MLA ની કારનો અકસ્માત થતા ત્રણ ઘાયલ, કારનો કચ્ચરઘાણ
વડોદરા,તા.21 ડિસેમ્બર 2022,મંગળવાર
વડોદરા જિલ્લાના કરજણના ધારાસભ્યની કારને આજે સવારે અકસ્માત થતા ધારાસભ્ય સહિત ત્રણ જણાને સાધારણ ઇજા થઈ હતી.
ગાંધીનગર ખાતે શપથવિધિ કાર્યક્રમમાં ગયેલા કરજણ વિધાનસભા સીટના ધારાસભ્ય અક્ષય પટેલ તેમના બે મિત્રો સાથે ગાંધીનગર થી વડોદરા તરફ આવી રહ્યા હતા ત્યારે નડિયાદ આણંદ વચ્ચે નીલગાય આવી જતા અકસ્માત થયો હતો.
અકસ્માતને કારણે કારને ભારે નુક્સાન થયું હતું. જ્યારે ધારાસભ્યને હાથમાં અને અન્ય બે મિત્રોને પણ સાધારણ ઇજા થઈ હતી. ઈજાગ્રસ્ત ને એમ્બ્યુલન્સમાં વડોદરાના નિઝામપુરા વિસ્તારની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.