વડોદરાના ભૂતડીઝાપામાં જાહેરમાં મારામારી કરનાર કાકા-ભત્રીજા અને સહિત ત્રણને પાસા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
વડોદરાના ભૂતડીઝાપામાં જાહેરમાં મારામારી કરનાર કાકા-ભત્રીજા અને સહિત ત્રણને પાસા 1 - image

(ડાબેથી આરોપી હુસેન સુન્ની, યુનુસ સુન્ની, જાવેદ શેખ)

વડોદરા,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર 

વડોદરાની સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મારામારી કરનાર કાકા ભત્રીજા સહિત ત્રણ માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

તાજેતરમાં કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાન પાસે માથાભારે હુસેન સુન્ની તેના કાકા યુનુસ સુન્ની અને સામે પક્ષે જાવેદ શેખ વચ્ચે મારામારી થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ હુસેન સુન્ની અને જાવેદ શેખના સાગરીતો આવી ગયા હતા.

સિવિલ હોસ્પિટલમાં પણ બંને વચ્ચે મારામારી થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશન બાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં બંને સામે ગુના નોંધાયા હતા.

આ પૈકી હુસેનની સામે અત્યાર સુધી 66 ગુના નોંધાયા છે અને 9 વાર ભાષામાં જેલ જઈ આવ્યો છે. જેથી તેને પાસા હેઠળ જુનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે હુસેનના કાકાને ભાવનગર જેલમાં તેમજ જાવેદ શેખને પાસા હેઠળ પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

 


Google NewsGoogle News