૧૮ લાખના સળિયાની ચોરીમાં એન્જિનિયર સહિત ત્રણ પકડાયા
સીસીટીવી ફૂટેજના ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટયો
વડોદરા,સેન્ટ્રલ એસટી ડેપો નજીક બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના સ્થળ પરથી ૧૮ લાખના સળિયા સગેવગે કરી દેવાના ગુનામાં સયાજીગંજ પોલીસે એન્જિનિયર સહિત ત્રણની ધરપકડ કરી છે.
બુલેટ ટ્રેનના એલિવેટેડ પ્રોજેક્ટનું કામ સંભાળતા યુપીના અનિલકુમાર સોન્ગે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, એલએન્ડટી કંપની દ્વારા દોઢ વર્ષથી પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે.ગઇરાતે પ્રોજેક્ટનું કામ ઓછું થતાં એક અધિકારીએ તપાસ કરી હતી.
સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય તપાસ દરમિયાન સળિયાના સ્ટોક મેન્ટેન કરવાનું કામ કરતા એન્જિનિયર રીક તપન વિશ્વાસે મધરાત બાદ એક ટ્રેલર બોલાવી તેમાં રૃ.૧૮ લાખની કિંંમતના સળિયા વગે કર્યા હોવાના ફૂટેજ મળ્યા હતા. જ ેઅંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી (૧) રીક તપન બીશ્વાસ ( હાલ રહે. મેપલ લિફ હાઇટ્સ, વાસણા ભાયલી રોડ, મૂળ રહે. પ.બંગાળ) (૨) અભિષેક મહેશભાઇ સોલંકી ( રહે. વૈકુંઠધામ સોસાયટી, મકરપુરા) તથા (૩) સંતોષ રામવીર સીંગ ( રહે.સીકરીબ્યાસ પોસ્ટ કોટરા, તા.કરોઇ જિ.ઝાલોન, યુ.પી.)ને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.