વડોદરામાં ચોરીના ત્રણ બનાવઃ ડોક્ટરના મકાનમાં ગ્રીલ કાઢી સાંજે ચોરીઃફ્લેટમાં ચાર મિત્રોના મોબાઇલ ચોરાયા
વડોદરાઃ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં ચોરીના ત્રણ બનાવ બનતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
સુભાનપુરા વિસ્તારના અર્પિતનગરમાં રહેતા ડો.પંકજ મહેતા તા.૨૫મીએ સાંજે છ વાગે તેમના પત્ની સાથે ગોત્રીમાં રહેતા સબંધીને ત્યાં ગયા હતા.રાતે સાડા નવેક વાગે તેઓ પરત ફર્યા ત્યારે મકાનમાં તિજોરીઓ અને કબાટ સહિતનો સામાન વેરવિખેર હતો.તપાસ કરતાં ચોરો બેડરૃમની પાછળની ગ્રીલ કટર વડે કાપીને દાગીના અને રોકડા રૃ.૪૫ હજાર મળી કુલ રૃ.બે લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
કારેલીબાગ જલારામ મંદિર પાસે ગીતાંજલી કોમ્પ્લેક્સમાં રહેતા અને નોકરી કરતા ક્રિશ બુટાણી (મૂળ સુરત)એ પોલીસને કહ્યું છે કે,તા.૧૩મી એ સવારે અમારા ફ્લેટમાંથી મારા અને અન્ય ત્રણ મિત્રોના ચાર મોબાઇલ ચોરાયા હતા.ત્રીજા બનાવમાં સાંકરદા મોટું ફળિયું ખાતે રહેતા અશોકભાઇ ચાવડાએ તેમના મકાનમાં ત્રાટકેલા ચોરો દાગીના અને રોકડા રૃ.૩૦ હજાર મળી રૃ.બે લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.