આગ લાગવાના ત્રણ બનાવ,છાણીના મકાનમાં પતંગનો જથ્થો ખાક

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
આગ લાગવાના ત્રણ બનાવ,છાણીના મકાનમાં પતંગનો જથ્થો ખાક 1 - image

વડોદરાઃ શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે આગ લાગવાના બનાવ બન્યા હતા.જેથી ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.

છાણી જકાતનાકા વિસ્તારમાં અંબિકા નગર ખાતેના મકાનમાં આજે સવારે આગ લાગતાં ઘરવખરી ઉપરાંત પતંગોનો જથ્થો લપેટાયો હતો.

વાઘોડિયા-ડભોઇ રિંગરોડ પર ગોવર્ધન ટાઉનશિપના એક મકાનમાં આજે બપોરે આગ લાગતાં ગાદલાં,સોફા સહિતનો સામાન ખાક થઇ ગયો હતો.જ્યારે,જૂના પાદરારોડ વિસ્તારના ઓમકારન નગરમાં સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં આગ લાગી હતી.


Google NewsGoogle News