શહેરમાં 5 દિવસમાં કાર અકસ્માતનો ત્રીજો બનાવ, પર્વ ક્રિકેટર અંશુમાનના પુત્રની કારને અકસ્માત
વડોદરાઃ શહેરમાં પૂરઝડપે કાર હાંકવાને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.ગઇકાલે રાતે ગોત્રી વિસ્તારમાં પૂર્વ ક્રિકેટર સ્વ.અંશુમન ગાયકવાડના પુત્રની કારને પણ આવી જ રીતે અકસ્માત થયો હતો.
શહેરમાં બે દિવસ પહેલાં હરિનગર બ્રિજ પર કારનો ટ્રિપલ એક્સિડેન્ટ થયો હતો.જ્યારે તે પહેલાં છાણી જકાતનાકા રોડ પર એક કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધા બાદ બીજી કાર સાથે ભટકાતાં તેની ઉપર કાર ચડી ગઇ હતી.
મહાપુરા રોડ ખાતે ગ્રીન ગ્રોવ ખાતે રહેતા શત્રુંજય અંશુમાન ગાયકવાડે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું મારા સીએ ને મળીને રેન્જ રોવર કારમાં પરત ફરતો હતો ત્યારે ઓશિયા મોલ પાસે ટ્રાફિક હોવા છતાં પાછળથી પૂરઝડપે આવેલી મારૃતી એસ ક્રોસ કારના ચાલક રાજેન્દ્ર ગણેશભાઇ શર્મા(રહે. વડસર)એ ધડાકાભેર અથાડતાં મારી કારને નુકસાન થયું હતું.ગોત્રી પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.