Get The App

ONGC સામેની સોસાયટીમાં ચોરી કરનાર 3 રીઢા ચોર પકડાયાઃદાગીના,જેકેટ,માસ્ક અને ચોરીના સાધનો મળ્યા

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
ONGC સામેની સોસાયટીમાં ચોરી કરનાર 3 રીઢા ચોર પકડાયાઃદાગીના,જેકેટ,માસ્ક અને ચોરીના સાધનો મળ્યા 1 - image

વડોદરાઃ તરસાલી રોડ પર મોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે બાઇક પર જતા ત્રણ રીઢા ચોરને ઝડપી પાડતાં દોઢ મહિના પહેલાં કરેલી ચોરીનો ભેદ ખૂલ્યો છે.

મકરપુરા રોડ પર ઓએનજીસી સામે આવેલી પારસમણી સોસાયટીમાં ગઇ તા.૩૦મી જુલાઇએ ત્રાટકેલા ચોરો દાગીના સહિત રૃ.૬.૮૦ લાખની મત્તા ચોરી ગયા હતા.જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને હેતલ તુવેરની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરતાં આ ગુનામાં નામચીન જોહરસિંગ બાવરી(સિકલીગર) અને તેના સાગરીતો હોવાનું જણાઇ આવ્યું હતું.

પોલીસે તરસાલી રોડ પરથી જોહરસિંગ અને અન્ય બે સાગરીતોને બે બાઇક પરથી ઝડપી પાડી તપાસતાં તેમની પાસેથી ચાંદીના દાગીના ઉપરાંત ત્રણ જેકેટ,માસ્ક,ટોપી અને ચોરી કરવા માટેના ગણેશિયું,ડિસમિસ સહિતના સાધનો મળી આવ્યા હતા.તપાસ દરમિયાન તેમણે પારસમણી સોસાયટીના મકાનમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી.

પોલીસના કહ્યા મુજબ,ત્રણેય સાગરીતો રીઢા છે.જોહરસિંગ દિલિપસિંગ બાવરી (જલારામ નગર ડભોઇરોડ હાલ રહે. વિશ્વકર્મા નગર,સૂએજ પંપિંગ સ્ટેશન પાસે, ગાજરાવાડી) સામે ખૂન,ધાડ,ચોરીઓ સહિતના કુલ ૪૬ ગુના નોંધાયેલા છે. જ્યારે,વિજેન્દ્ર રાજુસિંગ તિલપિતિયા (એકતા નગર,આજવારોડ)સામે લૂંટ, અછોડાતોડ, ચોરી જેવા ૨૪ ગુના અને કર્માસિંગ જીવણસિંગ દૂધાની(તરસાલી બાયપાસ પાસે વુડાના મકાનમાં) સામે ચોરી સહિતના ૧૬ ગુના નોંધાયેલા છે.


Google NewsGoogle News