કેલનપુર નજીક કારમાં દારૃની મહેફિલ માણતા ત્રણ મિત્રો ઝડપાયા
દારૃની બોટલ, કાર અને ચાર મોબાઇલ ફોન કબજે લેતી પોલીસ
વડોદરા,કેલનપુર ગામ નજીક કારમાં બેસીને દારૃની મહેફિલ માણતા ત્રણ નશેબાજોને વરણામા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયા છે. પોલીસે કાર અને ચાર મોબાઇલ ફોન કબજે લીધા છે.
વરણામા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, કેલનપુર ગામ પાસે આવેલા નાયરા પેટ્રોલપંપ પાસે એક કારમાં ત્રણ વ્યક્તિઓ દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી,પોલીસે સ્થળ પર જઇને ચેક કરતા કારમાં ત્રણ લોકો દારૃની મહેફિલ માણી રહ્યા હતા. જેથી, પોલીસે (૧) અક્ષય મહેશભાઇ શર્મા (૨) કદમ જીતેન્દ્રકુમાર રાવલ ( બંને રહે. પાર્ક શાયર સોસાયટી, કેલનપુર, તા.વડોદરા) તથા (૩) ચિરાગ મણીલાલ પરમાર ( રહે.બાલકિશન કોમ્પલેક્સ, અવધૂત ફાટક, માજંલપુર) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર, ૪ મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૫.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા ત્રણ નશેબાજ મિત્રો પૈકી અક્ષય એક વેબ પોર્ટલમાં ન્યૂઝ રાઇટર છે. કદમ રાવલ આઇ.ટી.નો બિઝનેસ કરે છે. જ્યારે ચિરાગ પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે.